loader

Breaking News


Home > Bollywood > Oh My God ! દિશા પટનીની પીઠ ઉપર આ કેવાં નિશાન ?


Foto

Oh My God ! દિશા પટનીની પીઠ ઉપર આ કેવાં નિશાન ?

April 25, 2018, 2:24 p.m.
      Whatsapp  

માનવમિત્ર,મુંબઈ:બોલિવૂડ એક્ટ્રેસ તથા ટાઈગર શ્રોફની પ્રેમિકા દિશા પટની હાલમાં એક ક્લિનિકના ઈનોગરેશન માટે આવી હતી. લાઈટ બ્રાઉન બોડી ફિટ ડ્રેસમાં દિશા સિમ્પલ તથા Gorgeous લાગતી હતી. જોકે, આ સમયે દિશાની બેક પર ગોળ-ગોળ નિશાન જોવા મળ્યા હતાં. આવા નિશાન બ્યૂટી ટ્રિટમેન્ટ કરાવવાને કારણે થાય છે. જેને કપિંગ થેરાપી કહેવામાં આવે છે.આ એક દર્દનાક ટ્રીટમેન્ટ પણ કહી શકાય છે. આ થેરાપીને કારણે સુંદરતા વધે છે અને ચહેરો ચમકે છે. આ એક ચાઈનીઝ રિલેક્સેશન થેરાપી પણ છે.

શું છે આ કપિંગ થેરાપી

આ થેરાપી દરમિયાન શરીરની ડ્રાય સ્કિન તથા દૂષિત ત્વચાને બહાર કાઢવામાં આવે છે અને સ્કિન ટિશ્યૂને ઓક્સિજન તથા અન્ય તત્વોને અંદર સુધી પહોંચાડે છે. આ થેરાપી દર્દનાક હોય છે. જેમાં એક્યૂપંચર સ્પેશ્યાલિસ્ટ કોટનને દારૂમાં નાખે છે અને પછી આ કોટનને કાચના બનેલા નાના ગ્લાસ કે કપમાં રાખીને તેમાં આગ લગાવવામાં આવે છે અને પછી આ આગને ઓલવીને તરત જ ગરમ વાસણ સ્કિન પર રાખવામાં આવે છે.

આ એક્ટ્રેસ પણ કરાવી ચૂકી છે કપિંગ થેરાપી

દિશાએ પણ કપિંગ થેરાપી કરાવી છે કે નહીં એ વાતનો હજી સુધી સ્વીકાર કર્યો નથી પરંતુ તેની બોડી પરના નિશાન તો આ જ વાતનો સંકેત કરે છે. જોકે, આ પહેલાં હેટ સ્ટોરી ૪ ફેઈમ ઉર્વશી રાઉતેલાએ તથા વીજે બાનીએ પણ આ ટ્રિટમેન્ટ કરાવી હતી.