loader

Breaking News


Home > National > વિડીઓકોન વિવાદ : ચંદા કોચરને સેબી ફટકારી શકે છે 1 કરોડ રૂપિયાનો દંડ


Foto

વિડીઓકોન વિવાદ : ચંદા કોચરને સેબી ફટકારી શકે છે 1 કરોડ રૂપિયાનો દંડ

June 26, 2018, 1:58 p.m.
      Whatsapp  

માનવમિત્ર, નવી દિલ્હી : વિડીઓકોન ગ્રુપને લોન આપવાના મુદે હિતોના ટકરાવનાં આરોપોનો સામનો કરી રહેલા ICICI બેંકના CEO ચંદા કોચર હવે આ કેસમાં વધારે ફસાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સેબીએ પોતાની પ્રથમદર્શી રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ મામલે ચંદા કોચરે નિયમોનો ભંગ કર્યો છે આ સંજોગોમાં તે હવે ચંદા કોચરને એક કરોડનો દંડ ફટકારી શકે છે તેમજ ICICI બેન્કને ૨૫ કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે.

સેબીએ પોતાના પ્રથમદર્શિ રીપોર્ટમાં જણાવ્યું છે કે ચંદા કોચરે પોતાના પતિ દીપક કોચર અને વિડીઓકોન ગ્રુપ વચ્ચે થયેલી સોદાની જાણકારી નહિ આપીને નિયમોનો ભંગ કર્યો છે તેવામાં સેબીં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજુરી આપી શકે છે.