loader

Breaking News


Home > Health > આયુષ્યની સેન્ચ્યુરી મારવા 10 કલાકની ઉંઘ ખૂબ જરૂરી


Foto

આયુષ્યની સેન્ચ્યુરી મારવા 10 કલાકની ઉંઘ ખૂબ જરૂરી

May 12, 2018, 10:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણા વડીલો કહેતા હતાં કે વહેલા સૂએ વહેલા ઊઠે તે વીર બળબુદ્ધિ અને વિદ્યા વધે સુખમાં રહે. તેમની વાતને વૈજ્ઞાનિક સંશોધનનો આધાર મળ્યો છે. જે મુજબ જા ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવવું હોય તો ૧૦ કલાકની ઊંઘ કરવી જરૂરી છે.



ઊંઘ અને આરોગ્ય વચ્ચે સીધો સંબંધ છે. જેને ચીનમાં થયેલા સર્વેમાં એવું તારણ બહાર આવ્યું છે કે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવવા માટે દરરોજની ૧૦ કલાકની ઊંઘ લેવી જાઈએ. આ સર્વે માટે ૬૫ વર્ષથી ઉપરના લગભગ ૧૫ હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સ્ત્રી અને પુરુષને સામેલ કરવામાં આવ્યા હતાં. ઓર્ગન યુનિવર્સિટીના ડૉ.ડેન ગુ ના કહેવા પ્રમાણે સર્વેના ૬૫ ટકા લોકો ઓછામાં ઓછા આઠ ટકા ઊંઘ લેતા હોય છે. સંશોધનના તારણ પ્રમાણે ઊંઘની અવસ્થામાં શરીરના કોષોનું પુનઃ નિર્માણ થતું હોય છે.