loader

Breaking News


Home > National > કર્ણાટકમાં ૯ વાગ્યા સુધીમાં ૧૦.૬ ટકા મતદાન નોંધાયું


Foto

કર્ણાટકમાં ૯ વાગ્યા સુધીમાં ૧૦.૬ ટકા મતદાન નોંધાયું

May 12, 2018, 10:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ૨૨૨ બેઠકો પર મતદાન શરુ થઇ ચુક્યું છે. સવારે પોલીગ બુથ પર મતદાન કરવા માટે લોકોની ભીડ દેખાઈ રહી છે. ૨૨૪ વિધાનસભા બેઠકો વાળા રાજ્યમાં મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. હાલ ૯ વાગ્યા સુધીમાં મતદાન ૧૦.૬ ટકા મતદાન થયું છે.

કર્ણાટકમાં ૪.૯૮ કરોડથી પણ વધુ મતદારો છે જે ૨૬૦૦ ઉમેદવારો માંથી પોતાનો પ્રતિનિધિ પસંદ કરશે. આ મતદારોમાં ૨.૫૨ કરોડથી વધુ પુરુષ, ૨.૪૪ કરોડ મહિલાઓ અને ૪,૫૫૨ ટ્રાન્સજેન્ડર સામેલ છે. વધુમાં ૨૦૦ મહિલા ઉમેદવારો પણ ચુંટણી જંગમાં છે.

હાસનમાં પોલીગ બુથ ૨૪૪ પર ટેકનિકલ સમસ્યાને કારણે EVM મશીન બદલવામાં આવી હતી. EVM મશીન ખરાબ થયા બાદ અહી પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. એચ.ડી. દેવગૌડાએ અહી મતદાન કર્યું હતું.