loader

Breaking News


Home > Gujarat > 14 પૈકી ૧૦ ઉત્સવોમાં કોઈ વિદેશી પ્રવાસી આવ્યું નહી, સરકારે વિધાનસભામાં કરી કબૂલાત


Foto

14 પૈકી ૧૦ ઉત્સવોમાં કોઈ વિદેશી પ્રવાસી આવ્યું નહી, સરકારે વિધાનસભામાં કરી કબૂલાત

March 22, 2018, 10:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજય સરકાર દ્વારા ટુરીઝમ હબ અને છાશવારે કરોડો રૂપિયાના ખર્ચે ઉત્સવોનું આયોજન કરી વિદેશી પર્યટકોને આકર્ષવાના કરાતા દાવાઓ પોકળ અને ખોખલા સાબિત થયા છે. પ્રજાના પૈસે ઉત્સવોના તાયફા કરતી રાજય સરકારને આ મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે જોરદાર રીતે ઘેરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન વિભાગ દ્વારા અપાયેલી માહિતીમાં એવી ચોંકાવનારી માહિતીનો ખુલાસો થયો હતો કે, સરકારના પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લ બે વર્ષમાં ૧૪થી વધુ ઉત્સવો-મહોત્સવો યોજાયા હતા અને તેની પાછળ રૂ.૬,૨૦૮ લાખ એટલે કે, રૂ.૬૨.૦૮ કરોડનું આંધણ કરાયું હતું પરંતુ તેમછતાં ૧૪માંથી ૧૦ ઉત્સવોમાં એક પણ વિદેશી પર્યટક ફરકયો સુધ્ધાં ન હતો. ટુરીઝમ હબ અને પ્રજાના પૈસે ઉત્સવોના તાયફા કરતી ભાજપ સરકાર પર વિપક્ષે આ મુદ્દે પસ્તાળ પાડી હતી.

વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી માહિતી મુજબ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઉત્સવો પાછળના બેફામ ખર્ચાઓમાં સૌથી વધુ રૂ.૫૪૦૪ લાખ ડેકોરેશન અને અન્ય ખર્ચ પાછળ કરાયા હતા. જા કે, તેમછતાં રાજય સરકાર કે તેનો પ્રવાસન વિભાગ વિદેશી પર્યટકોની સંખ્યા વધારી શકયા ન હતા.