loader

Breaking News


Home > National > ઘરનું ભાંડુ ન ભરી શકતા માં-બાપે તેમની 15 વર્ષની છોકરીનો કર્યો સોદો


Foto

ઘરનું ભાંડુ ન ભરી શકતા માં-બાપે તેમની 15 વર્ષની છોકરીનો કર્યો સોદો

May 11, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : હૈદરાબાદમાં એક હેરાન કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહી એક 15 વર્ષની છોકરીને તેના પોતાના જ માં-બાપે ઘરનું ભાંડુ ન ભરી શકતા હોવાના કારણે વેચી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી ગઇ હતી અને તે બાળકીને બચાવી લીધી હતી.




પોલીસનાં જણાવ્યાં અનુસાર, મંદિરમાં એક 15 વર્ષની બાળકીનાં લગ્ન જબરદસ્તી એક 38 વર્ષીય દિવ્યાંગ સાથે કરવામાં આવી રહી હતી. ઘટનાસ્થળ પર પહોચી પોલીસે લગ્નની વિધીને રોકી હતી અને છોકરનાં માં-બાપનાં વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુત્રોનાં જણાવ્યાં અનુસાર છોકરીનાં માં-બાપની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, તે છેલ્લા ઘણા સમયથી ઘરનું ભાંડુ પણ ચુંકવી શક્યા ન હોતા. આ મુસિબતને દૂર કરવા માટે છોકરીનાં માં-બાપે ઘરનું ભાંડુ લેવાની શરત છોકરાનાં માં-બાપ સમક્ષ મુકી 15 વર્ષની છોકરીનાં લગ્ન એક 38 વર્ષનાં દિવ્યાંગ સાથે કરવાનું નક્કી કરેલ હતુ. આ મુદ્દે છોકરીની માતાનું કહેવુ છે કે, દિવ્યાંગ રમેશનાં કુટુંબે હંમેશા અમીરી મદદ કરી છે. જ્યારે અમે હૈદરાબાદમાં રહેવા માટે આવ્યા તે સમયથી રમેશનાં કુટુંબે અમારો ઘણો સાથ આપ્યો છે. અમે અમારી છોકરીનાં લગ્ન ઘણા વર્ષો પહેલા જ રમેશ સાથે નક્કી કરેલ હતા. જો કે આ સમગ્ર મામલાને પોલીસ ગંભીરતાથી લઇ રહી છે.