loader

Breaking News


Home > Gujarat > બે જીલ્લા પંચાયત સહીત ૧૭ તાલુકા પંચાયતોની ચુંટણી ૨૧ ફેબ્રુઆરીએ યોજાશે


Foto

બે જીલ્લા પંચાયત સહીત ૧૭ તાલુકા પંચાયતોની ચુંટણી ૨૧ ફેબ્રુઆરીએ યોજાશે

Feb. 1, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્ય ચુંટણી પંચ દ્વારા બે જીલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતોની ચુંટણીની તારીખ જાહેર કરી દેવાના આવી છે. અહી ૨૧ મી ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજવામાં આવશે જયારે ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. રાજ્યની વિધાનસભાની ચુંટણી બાદ તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાતા ફરીવાર ગુજરાતમાં કોણ જીતશે તેની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચુંટણી પ્રચારની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે . જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી તેમજ ચુંટણીમાં જીતાડવાની જવાબદારી ધારાસભ્યોને આપવામાં આવી છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 75 પૈકી 13 નગરપાલિકા કોંગ્રેસ હસ્તક છે બંને જિલ્લા પંચાયત હાલ ભાજપ હસ્તક છે 17 પૈકી 5 તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક તેમજ ૧૨ ભાજપ હસ્તક છે. લોકસભાની ચુંટણી પહેલાં આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મહત્વની ગણાવાઈ રહી છે.