loader

Breaking News


Home > National > કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયામાં ખરીદશે 18 સીનકાસેન બુલેટ ટ્રેન


Foto

કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયામાં ખરીદશે 18 સીનકાસેન બુલેટ ટ્રેન

Sept. 7, 2018, 12:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએ સરકાર ૭૦ અબજ રૂપિયામાં જાપાન પાસેથી ૧૮ સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદશે. સીનકાસેન બુલેટ ટ્રેન સિસ્ટમ વિશ્વની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન સિસ્ટમ છે. આ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.



વડાપ્રધાન મોદી જ્યારે જાપાન ગયા ત્યારે આ ટ્રેનમાં મુસાફરી કરીને આવ્યા હતા. જાપાનનાં વડાપ્રધાન સાથે મોદીએ આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. મોદીનો મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલમાં ગુજરાતમાં અને કેટલીક અન્ય જગ્યાઓએ જમીન અધિગ્રહણને લઈને અડચણોનો સામનો કરી રહ્યો છે. ભારત ૧૮ બુલેટ ટ્રેન જાપાન પાસેથી ખરીદનાર છે. આ ટ્રેન ખરીદવા માટેની સમજૂતિમાં લોકલ પ્રોડકશન માટે ટ્રાન્સફર ટેકનોલોજીનો સમાવેશ થાય છે. એક અગ્રણી અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે અમે જાપાન પાસેથી ૧૮ બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહ્યા છે. દરેક ટ્રેનમાં ૧૦ કોચ રહેશે અને તેની ગતિ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રિપોર્ટ મુજબ સરકાર ટૂંક સમયમાં જ હાઈ સ્પીડ ટ્રેન માટે ટેન્ડર તરતા મુકશે. જેમાં જાપાની કંપનીઓ ભારતમાં બુલેટ ટ્રેન એસેમ્બલી યુનિટો સ્થાપિત કરવા માટે ભાગ લેશે. જેમાં ડિઝાઈનરો પોતાની કુશળતા રજુ કરશે.