loader

Breaking News


Home > Gujarat > રાજ્યનાં ૧૮૨ ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાશે, વિધાનસભા બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત


Foto

રાજ્યનાં ૧૮૨ ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાશે, વિધાનસભા બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Jan. 23, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પરિણામ આવ્યે એક મહિનો ઉપર થઇ ગયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ચૂંટાયેલ ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ નહોતી જે આજે ૨૩ જાન્યુઆરીનાં રોજ સ્વર્ણિમ સંકુલમાં યોજવામાં આવશે. આ શપથવિધિમાં સૌપ્રથમ રાજ્યપાલ પ્રોટેમ સ્પિકર તરીકે નિમણુંક કરવામાં આવેલ નીમાબેન આચાર્યને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે ત્યારબાદ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શપથ લેશે.

વિધાનસભા પરિસરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ ૧ નાં સાબરમતી હોલમાં ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. આ કાર્યક્રમ કુલ ૩ કલાક ચાલશે તેમાં તમામ ધારાસભ્યને ક્રમાનુસાર હોદ્દાનાં શપથ લેવડાવાશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ આગળ યોજાઈ ગયો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે સાથે ૨૦ જેટલાં ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતાં. આ ઉપરાંત નીતિન પટેલ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે તેમજ કૌશિક પટેલ, સૌરભ પટેલ, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર,કુમાર કાનાણી, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર જયદ્રથસિંહ પરમાર, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર, પરસોત્તમ સોલંકી, પરબત પટેલ, ઈશ્વર પરમાર ઈશ્વર પટેલ, વિભાવરી દવે, બચુભાઈ ખાબડે મંત્રી તરીકે શપથ લીધા હતાં.