loader

Breaking News


Home > Gujarat > 20 હજાર પરપ્રાંતીઓએ ગુજરાત છોડ્યું, પોલીસે કરી 450 લોકોની ધરપકડ


Foto

20 હજાર પરપ્રાંતીઓએ ગુજરાત છોડ્યું, પોલીસે કરી 450 લોકોની ધરપકડ

Oct. 9, 2018, 10:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાઓને કારણે સ્થિતિ તંગ છે. ઉત્તર પ્રદેશ અને બિહારનાં લોકો આ હુમલાઓમાં નિશાને છે તેમજ આ બંને પ્રદેશોનાં લોકો ડરનાં માર્યા ગુજરાત છોડવા પર મજબુર થઇ રહયા છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે છેલ્લાં 48 કલાકમાં એક પણ ઘટના બની નથી પરંતુ મુખ્યમંત્રીનો દાવો ત્યારે ફેઈલ થતો જોવા મળ્યો કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી દીધા છે. રાજ્યમાં રહેનારા પરપ્રાંતીઓ પર કરવામાં આવેલ હુમલાઓમાં પોલીસે 450 લોકોની ધરપકડ કરી છે.

બીજી બાજુ ઉત્તર ભારતીય વિકાસ પરિષદનાં અધ્યક્ષ મહેશસિંહ કુશવાહાએ દાવો કર્યો છે કે છેલ્લાં એક અઠવાડિયામાં 20 હજાર ઉત્તર ભારતીયોએ ગુજરાત છોડ્યું છે. પરપ્રાંતીઓ પરનાં હુમલાના વિરોધમાં ખગરીયામાં સાંસદ પપ્પુ યાદવે પણ માર્ચ નીકાળી હતી.