loader

Breaking News


Home > Gujarat > 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં ટીકીટનો કકડાટ કે શીટ બદલવાનો?


Foto

2019ની લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં ટીકીટનો કકડાટ કે શીટ બદલવાનો?

July 23, 2018, 2:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં લોકસભાની ચૂંટણીઓનાં હજુ ડાકલાઓ પણ વાગ્વાના શરૂ થયા નથી ત્યાં જ પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ પોતાની સીટ પાટણથી લડવાનો ઈન્કાર કરીને બનાસકાંઠાની સીટ પરતી ચૂંટણી લડવા અત્યારથી જ મુહીમ તેજ કરી દીધી છે.



પાટણમાં મીડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી હું બનાસકાંઠાથી લડીશ અને આ બેઠક હરીભાઈ ચૌધરીએ મારા માટે ખાલી કરવી પડશે. અને પત્રકારો સાથેની ચર્ચામાં ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ જણાવ્યું હતું કે હરીભાઈ ચૌધરી ગત લોકસભાની ચૂંટણીમાં પાટણથી હારી જાય તેમ હતા માટે હું પાટણથી ચૂંટણી લડ્યો હતો. આ વખતે હરીભાઈને હું કહીશ કે તમે રહેવા દો બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાનું મારે લડવું છે. અને તે મારો હક છે તેમ કહીને મધપૂડો છેડ્યો છે. અત્રે પણ લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ગત વિધાનસભાની ચૂંટણી વખતે પોતાના પુત્રને ટીકીટ મળે તે માટે જીત કરી હતી. ત્યારે ડેમેજ કંટ્રોલ ભાજપે કરી લીધું હતું. પણ આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો ગ્રાફ પણ ઉંચો ડઈ રહ્યો છે. ખેડૂતોના અનેક પ્રશ્નો, ગત વર્ષે આવેલી વરસાદી તોફાનથી થયેલ નુકસાનમાં ઘણા જ ખેડૂતોને વળતર ન મળ્યું હોવાનુ વિપક્ષનું કાગારોળ પણ અગમ્ય છે. વિધાનસબામાં પોતાના પુત્રને ટીકીટ ન આપી તે બદલ લીલાધર વાઘેલા નારાજ રહ્યા હતા પણ હવે ૭૦ ઉપર વટાવી ચૂકેલા કાકાને ટીકીટ ભાજપમાંથી મળશે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે. ભાજપ દ્વારા પણ નવા ચહેરાઓ ને અને યુવા ચહેરાઓને ટીકીટ આપી સ્થાન આપવા તખ્તો તૈયાર કરી રહ્યા છે. અમીત શાહ પોતે તમામ ૨૬ સીટીને ગુજરાતમાં ભાજપની આવી છે તેની પર રડાટ લગાવીને બેઠા છે. ત્યારે પ્રજાનો વિરોધ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું ધોવાણથી લઈને અનેક પ્રશઅનોની ઝડીઓ સાથે ભાજપ પ્રદેશ કક્ષાએ પમ આ બધી નોંધ લેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે વાવ થરાઈની સીટ જે હતી તેમાં શંકર ચૌધરી પોતે આ વખતે ચૂંટણી ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ઠાકોર સમાજ અને ઠાકોર સેનાનો દબદબો આજે અકબંધ છે. બનાસકાંઠાની જા લીલાધર વાઘેલાને ટીકીટ અનાયાસ મળી જાય અને તમની સામે અલ્પેશજી ઠાકોર, ગેનીબેન ઠાકોર આવે તો શું આ સીટ ભાજપ મેળવી શકે ખરું ? અત્યારે જાવા જઈએ તો ૨૬ ગુજરાતમાં જે સીટો ભાજપની હાથમાં છે તેમાં મોટા ભાગના ૫૦ ટાકા વધારે સાંસદો બદલવાની પેરવી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળેલ છે. દિલ્હીનું મોડવીમંડળ નક્કી કરશે પણ હા, ૫૦ થી ૬૦ ટકા ચાલુ સાંસોદ સામે ટીકીટની કાતર ફરવાની ગણતરીઓ મંડાઈને નવા ચહેરાઓ બાહુબલી હોય એવા ચહેરાઓની શોધખોળ ભાજપે શરૂ કરી દીધી છે. ત્યારે સીટ બદલવાની ઘણાજ સાંસદોને જરૂરી લાગી રહી છે. પણ ટીકીટ રીપીટ થાય છે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે.