loader

Breaking News


Home > National > વિશ્વમાં 2025 સુધી વસ્તીનો આંકડો વધીને થઇ શકે છે આઠ અબજ


Foto

વિશ્વમાં 2025 સુધી વસ્તીનો આંકડો વધીને થઇ શકે છે આઠ અબજ

Oct. 4, 2018, 11:35 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઓક્ટોબર મહિનાનાં અંત સુધી સમગ્ર વિશ્વની વસ્તી ૭ અબજથી વધારે પહોંચી જાય તેવી વકી છે. નિષ્ણાંતોએ આ મુજબનો દાવો કરતા કહ્યું છે કે પરિવાર નિયોજન સાથે સંબંધિત ઘણા કાર્યક્રમો વિશ્વભરમાં હાથ ધરવામાં આવ્યા હોવા છતાં દુનિયાનાં ઘણા દેશોમાં વસ્તી વધારો સતત થઈ રહ્યો છે.



નિષ્ણાંતોએ આગાહી કરી છે કે વસ્તી વધારો ચિંતાજનક છે પરંતુ આને દામવા માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરેક સેકન્ડમાં પાંચ નવજાત બાળકોનો જન્મ થાય છે. દર વર્ષે વૈશ્વિક સ્તરે ૭૮ મિલિયન લોકો નવા ઉમેરાઈ જાય છે. એક દશક અગાઉ વિશ્વની વસ્તી ૬ અબજની આસપાસની હતી પરંતુ દરેક સેકન્ડે હવે ૫ બાળકોનો જન્મ થઈ રહ્યો છે તે જોતાં ૭૮ મિલિયન લોકો વિશ્વમાં ઉમેરાઈ જશે. બ્રિટનનાં અખબાર ડેલી મેઇલે કહ્યું છે કે, ઓક્ટોબરનાં અંત સુધી વિશ્વની વસ્તીમાં વધારો થશે. ૧૯૬૦માં વસ્તી ૩ અબજ હતી જ્યારે ૧૯૯૯માં વધીને ૬ અબજ હતી. સંયુક્ત રાષ્ટ્રનાં આંકડા મુજબ વર્ષ ૨૦૨૫ સુધી આ આંકડો ૮ અબજ સુધી પહોંચી જશે. નોંધપાત્ર વધારો થવા માટે જાગૃતિનો અભાવ અને શિક્ષણની અછત પણ છે. હાલમાં વિશ્વનાં દેશોમાં વધતી વસ્તીને લઈને રહેવાની કોઈ સમસ્યા ઊભી થઈ નથી. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દરરોજ આશરે ૧ અબજ લોકો ભૂખ્યા રહે છે.