loader

Breaking News


Home > National > અમરનાથ યાત્રામાં ૨.૪૬ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા


Foto

અમરનાથ યાત્રામાં ૨.૪૬ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા

July 27, 2018, 3:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે વહેલી પરોઢે શ્રદ્ધાળુઓની નવી ટુકડી કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓ મજબુત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના થયા હતા. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના કરવામાં આવ્યા હતા. બેચમાં રહેલા લોકો બલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા.

યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ૨.૪૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ અમરનાથ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે સેવામાં રહેલી એક સંસ્થાએ ભવિષ્યમાં અમરનાથ યાત્રાની અવધિને ૩૦ દિવસ સુધી કરવાની રજૂઆત કરી છે. જેના પર ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે.