loader

Breaking News


Home > Gujarat > ઉપલેટામાં રાષ્ટ્રીય કથા શિબિરમાં આગ લાગતાં ૩ કિશોરીઓનું મૃત્યુ, ૧૫ ગંભીર


Foto

ઉપલેટામાં રાષ્ટ્રીય કથા શિબિરમાં આગ લાગતાં ૩ કિશોરીઓનું મૃત્યુ, ૧૫ ગંભીર

Jan. 13, 2018, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજકોટનાં ઉપલેટામાં યોજાયેલ રાષ્ટ્રીય કથા શિબિરમાં આગ લાગવાને કારણે ૩ છોકરીઓનાં મોત નીપજ્યા છે જયારે ૧૫ ની હાલત ગંભીર છે. ઉપલેટાના પ્રાસંલામાં રાષ્ટ્ર કથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ૬ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી સુધી ચાલવાની હતી પણ તે દરમિયાન આ દુર્ઘટના થઇ હતી. આયોજન કરવામાં આવેલ આ કથા શિબિરમાં લગભગ ૧૫ હજાર કિશોરીઓએ ભાગ લીધો હતો.

આ આયોજન દરમિયાન ટેન્ટમાં આગ લાગી હતી જેમાં ૩ કિશોરીઓ ગંભીર રીતે દાઝી જતાં તેઓના મૃત્યુ નિપજ્યાં હતાં તેમજ ૧૫ થી વધુ કિશોરીઓ ગંભીર છે. આ શિબિરની બે દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ ભાગ લીધો હતો તેમજ શુક્રવારે અભિનેતા મુકેશ ખન્ના પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સાંજે અહી અચાનક આગ લાગતાં ભાગદોડ સર્જાઈ હતી તેમાં ૩ કિશોરીઓનું મૃત્યુ થયું હતું. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાંસલામાં શિબિર દરમિયાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ કિશોરીઓનાં પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.