loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં ૩૬૦ આતંકવાદીઓ ઠાર


Foto

જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં ૩૬૦ આતંકવાદીઓ ઠાર

Sept. 10, 2018, 5:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા બેક ટુ બેક ઓપરેશનના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. આતંકવાદીઓ મોટી સંખ્યામાં આ ગાળા દરમિયાન માર્યા ગયા છે. બે વર્ષથી પણ ઓછા સમય ગાળાની અંદર ૩૬૦ ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. સીઆરપીએફના ડિરેક્ટર જનરલ રાજીવ રાય ભટનાગરે માહિતી આપતા કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં જ ૩૬૦થી વધુ ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. આતંકવાદીઓ હાલમાં તેમના અÂસ્તત્વની લડાઈ લડી રહ્યા છે.

એક મુલાકાતમાં તેમણે કહ્યું છે કે, સ્થાનિક યુવાનોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. ખીણમાં આતંકવાદી ગતિવિધિમાં યુવાનોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થયો છે. સુરક્ષા દળો તમામ સંભવિત પગલાના ભાગરુપે યુવાઓને મનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. હથિયારો ઉપાડવાથી તેમને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સીઆરપીએફના ડિરેક્ટર રાજીવ રાય ભટનાગરે કહ્યું છે કે, સુરક્ષા પડકારોને ધ્યાનમાં લઇને સીઆરપીએફ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યા ચોક્કસપણે વધી રહી છે પરંતુ આ દિશામાં ત્રાસવાદીઓ ખુબ જ લડાયક મૂડમાં પણ દેખાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અÂસ્તત્વ માટેની લડાઈ લડી રહ્યા છે.