loader

Breaking News


Home > National > કાશ્મીરમાં 4 પોલીસકર્મીઓનું અપહરણ, હિઝબુલ આતંકીઓએ આપી હતી નોકરી છોડવાની ચેતવણી


Foto

કાશ્મીરમાં 4 પોલીસકર્મીઓનું અપહરણ, હિઝબુલ આતંકીઓએ આપી હતી નોકરી છોડવાની ચેતવણી

Sept. 21, 2018, 10:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કાશ્મીર : જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી યોજાય તે પહેલા આતંકીઓ તરફથી ચૂંટણી પ્રકિયા ખોરવવાની તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે. ફરી એક વખત ખીણ વિસ્તારમાં આતંકીઓએ સ્થાનિક સુરક્ષાદળોના કર્મીઓને કિડનેપ કરી દીધા છે. શુક્રવારે શોપિયાંમાં ત્રણ સ્પેશ્યલ પોલીસ ઓફિસરોને કિડનેપ કરી દેવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કામ આતંકીઓએ કર્યું છે.

આ કિડનેપિંગ ત્યારે કરવામાં આવ્યું છે જયારે હિઝબુલના આતંકી રિયાઝ નાઇકુએ પોલીસકર્મીઓને ધમકી આપી છે. એક ઓડીઓ કલીપ સામે આવી છે જેમાં નાઇકુ કહી રહ્યો છે કે દરેક પોલીસ કર્મચારી પોતાની નોકરી છોડી દે. નાઈકુએ જણાવ્યું હતું કે નવા કાશ્મીરી છોકરા પોલીસ જોઈન ના કરે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા પોલીસકર્મીઓની આતંકીઓએ કિડનેપિંગ કરીને હત્યા કરી છે.