loader

Breaking News


Home > Gujarat > બુલેટ ટ્રેન વિરુદ્ધ વધુ 40 ખેડૂતોએ કરી અરજી


Foto

બુલેટ ટ્રેન વિરુદ્ધ વધુ 40 ખેડૂતોએ કરી અરજી

Oct. 2, 2018, 2:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદથી મુંબઈ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના વિરોધમાં દક્ષિણ ગુજરાતના ઘણાં ગામોમાં ખેડૂતોએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ આર.એસ. રેડ્ડી ગેરહાજર આ સુનાવણી હવે ગુરુવારે થશે. બીજી બાજુ વધુ ચાલીસ ખેડૂતોએ આ મામલે અરજીઓ દાખલ કરી છે.

કેન્દ્ર સરકારનાં ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને લઈને ગુજરાતનાં ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સરકારે જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરી દીધો છે જેને કારણે તેઓને તેમની જમીનનું પૂરતું વળતર નથી મળી રહ્યું. વરિષ્ઠ વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે સરકાર કોર્ટ બહાર ખેડૂતોને ચાર ગણા વળતરની વાત કરી રહી છે પરંતુ કોર્ટની અંદર આવી કોઈ વાત નથી કહી.