loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં પરપ્રાંતીઓ પર હુમલાનાં 42 કેસ નોંધાયા, 342 લોકોની કરાઈ ધરપકડ


Foto

રાજ્યમાં પરપ્રાંતીઓ પર હુમલાનાં 42 કેસ નોંધાયા, 342 લોકોની કરાઈ ધરપકડ

Oct. 8, 2018, 10:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં 14 માસની બાળકી સાથે થયેલ દુષ્કૃત્યની ઘટના બાદ બિનગુજરાતીઓ પર કથિત રીતે હુમલા કરવાના બનાવોમાં ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસે અત્યાર સુધી 342 લોકોની ધરપકડ કરી લીધી છે.

ગઈ 28 સપ્ટેમ્બરના રોજ એક બાળકી સાથે કથિત રૂપે બળાત્કારકરવાને કારણે બિહારના એક નિવાસીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પરપ્રાંતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમજ સોશિયલ મીડિયામાં વાંધાજનક મેસેજ વાઇરલ કરાયા હતા.

ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્ય રૂપથી છ જિલ્લા હિંસાથી પ્રભાવિત થયા છે. મહેસાણા અને સાબરકાંઠામાં પ્રભાવ ઘણી છે. આ જિલ્લાઓમાં 42 કેસ નોંધવામાં આવ્યા છે અને અત્યારસુધી 342 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓના નામ સામે આવવા પર વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.