loader

Breaking News


Home > Gujarat > નવરાત્રીમાં છોકરીઓની છેડતી કરતા 50 રોમિયો પકડાયા


Foto

નવરાત્રીમાં છોકરીઓની છેડતી કરતા 50 રોમિયો પકડાયા

Oct. 16, 2018, 11:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેર સહિત દેશભરમાં નવરાત્રીનાં તહેવારની રમઝટ જામી છે. નવરાત્રી પર મોટી સંખ્યામાં યુવતીઓ ગરબા રમવા જાય છે. ત્યારે ગરબે રમતી મહિલાઓની છેડતીનાં છેલ્લા ચાર દિવસમાં સામે આવ્યા હતા. ગરબા રમતી યુવતીઓની છેડતી કરતાં ૫૦ રોમિયોને પોલીસે તૈયાર કરેલી મહિલા કર્મીઓની સ્પેશીયલ સ્ક્વોડે ઝડપ્યા હતા અને તેઓને જેલભેગા કર્યા હતા.



શહેરમાંથી યુવતીઓ ગરબે ઘુમવા મોડી રાત સુધી ઘર બહાર પાર્ટી પ્લોટમાં જાય છે. વિવિધ વિસ્તારોમાંથી આવતી યુવતીઓની સુરક્ષાને લઇને તેમના પરિવારજનોમાં સતત ચિંતા સતાવતી હોય છે. આ દરમિયાન જો કોઇ યુવતી સાથે છેડતીનો બનાવ બને તો તે ઘરે કેમ પહોંચશે તે મુદ્દે આખા રસ્તો ચિંતા હોય છે. પરિવારજનોની ચિંતાનાં કારણે તેમજ રોડ છાપ રોમિયોને સબક શીખવવા માટે શહેર પોલીસે ખાસ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે. મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમે છે અને કોઇ પણ યુવતીની મશ્કરી કે શારીરિક છેડછાડ કરનાર લોકોનો તરત જ શોધીને તેને લોકપમાં ધકેલી દેવાની તૈયારીઓ કરી દે છે.

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં પોલીસે ૫૦થી વધુ રોમિયોને પકડીને સબક શીખવાડી દીધા છે. અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચનાં ડીસીપી પન્ના મોમાયા તેમજ શહેરના સેક્ટર-૨ અને ઝોન-૪ સ્કવોડે શહેરમાં રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી યુવતીઓની સુરક્ષા તેમજ ગરબાના સ્થળે યુવતીઓની થતી મશ્કરીના કારણે ખાસ સ્ક્વોડ બનાવ્યા છે. આ સ્ક્વોડમાં ખાસ સિલેક્ટ કરેલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને દિલફેંક રોમિયોને કઇ રીતે સબક શીખવવો તેની ટ્રેનિંગ આપી હતી. ઝોન-૪નાં ડીસીપી નિરજ બડગુજરે ગઇકાલે તમામ મહિલા પોલીસ કર્મચારીઓને ગરબાના સ્થળોએ ટ્રેડીશનલ ડ્રેસમાં જઇને રોમિયોગીરી કરતા લોકોને દબોચી લેવા માટે સુચના આપી હતી.