loader

Breaking News


Home > Gujarat > નર્મદા નદીમાં વહેતી મળી 500 -1000 ની નોટ્સ, લોકોએ ચલાવી લૂંટ


Foto

નર્મદા નદીમાં વહેતી મળી 500 -1000 ની નોટ્સ, લોકોએ ચલાવી લૂંટ

Sept. 1, 2018, 10:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ પોતાનો એક વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર નોટબંધી પછી 99.3 ટકા ચલણી નોટો પરત આવી ગઈ છે. પરંતુ રિપોર્ટ આવવાના આગલા દિવસે જ વડોદરાના માલસર ગામમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ્સ નર્મદા નદીમાં વહેતી જોવા મળી હતી.

નદીમાં નોટ વહે છે તે માહિતી સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ જતા જોતજોતામાં ભારે ભીડ ભેગી થઇ ગઈ હતી. મળતી માહિતી મુજબ માલસર ગામમાં બપોરે સ્થાનિક લોકો નર્મદા નદીમાં નહાવા ગયાં હતા ત્યારે તેઓને પાંચસો અને એક હજાર રૂપિયાની બે નોટ્સ મળી હતી. સ્થાનિક લોકો હેરાન ત્યારે રહી ગયા જયારે તેઓએ જોયું કે ઘણી જૂની નોટ્સ પાણીમાં વહી રહી છે.

આ જોયા બાદ નદીમાંથી નોટ્સ કાઢવા માટે રીતસરની હોડ લાગી ગઈ. તેને મેળવવા માટે લોકો નદીમાં છલાંગ મારવા લાગ્યા. જો કે રમણ મચ્છી નામના એક વ્યક્તિએ આ ઘટનાની માહિતી શિનોર પોલીસ સ્ટેશનમાં કરી હતી ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.