loader

Breaking News


Home > Gujarat > રાજ્યનાં ૭૨૩૭ લાભાર્થીઓને ૫૧,૯૩૮ વીઘા જમીન ફાળવવામાં આવી, સરકારે વિધાનસભામાં જાહેર કર્યું


Foto

રાજ્યનાં ૭૨૩૭ લાભાર્થીઓને ૫૧,૯૩૮ વીઘા જમીન ફાળવવામાં આવી, સરકારે વિધાનસભામાં જાહેર કર્યું

Feb. 27, 2018, 3:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટણ આત્મવિલોપન કેસ પર ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લા કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનથી મૃત્યુની ઘટના ખૂબ દુઃખદ અને સંવેદનશીલ છે. આ ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દલિત પરિવાર દ્વારા આત્મવિલોપનની ધમકી અંગેનો પત્ર મળતા જ પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તેને ગંભીરતાથી લઇ કલેક્ટર કચેરી સંકુલમાં ૪૨ પોલીસ સ્ટાફનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા સ્થળ ઉપર ફાયર ફાઇટર, ધાબળા, ફાયર એક્ષટેન્ગ્યુસર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આત્મવિલોપનની ધમકી અંગેનો પત્ર મળતા જ પોલીસ તંત્ર દ્વારા અરજદારોની સમજાવટ માટે દુદખા, ઉંઝા, ગાંધીધામ, શંખેશ્વર અને બાસ્પા ખાતે તેઓના સગા સંબંધીઓને મળી તેઓની ભાળ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું . પોલીસ દ્વારા અરજદારોના મોબાઇલ નંબરના આધારે તેઓના લોકેશન મેળવવાનો પણ ગંભીર રીતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યનાં ૭૨૩૭ લાભાર્થીઓને ૫૧,૯૩૮ વીઘા જમીન ફાળવવામાં આવી છે.