loader

Breaking News


Home > National > EPFનાં 60 લાખ પેન્શનરને લઘુત્તમ રૂ.7500નું પેન્શન આપવા માંગણી


Foto

EPFનાં 60 લાખ પેન્શનરને લઘુત્તમ રૂ.7500નું પેન્શન આપવા માંગણી

Aug. 15, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)નાં ૬૦ લાખ પેન્શનરોએ લઘુતમ માસિક પેન્શન વધારીને રૂ.૭પ૦૦ કરવા અને વચગાળાની રાહત પેટે રૂ.પ૦૦ આપવા માંગણી કરી છે. ઓલ ઇન્ડિયા ઇપીએસ-૯પ પેન્શનર્સ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષ વડા મથકનાં પ્રભારી અરુણસિંહાને એક આવેદનપત્ર સુપરત કર્યું છે.



અરુણસિંહાએ ઇપીએસ પેન્શનરોની આ માગણી પર સંબંધિત વિભાગ વિચાર વિમર્શ કરશે એવી ખાતરી આપી હતી. હજારોની સંખ્યામાં ઇપીએસ- ૯પમાં આવેલા પેન્શનર્સ પોતાની માગણીઓના સમર્થનમાં ભાજપના વડામથક પર એકત્ર થયા હતા. પેન્શનર્સ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારીના જમાનામાં પેન્શનરોને મળતું રૂ.ર૦૦થી રપ૦૦ સુધીનું માસિક પેન્શન ઘણું ઓછું છે. એક બાજુ સરકારી કર્મચારીઓના પગારો રૂ.એક લાજી પાંચ લાખ સુધી પહોંચી ગયા છે ત્યારે આટલા નજીવા પેન્શનમાં વયોવૃદ્ધ પેન્શનરો જીવન નિર્વાહ કઇ રીતે કરી શકે? પેન્શનરો કોશિયારી સમિતિની ભલામણો અનુસાર લઘુતમ માસિક પેન્શન વધારીને રૂ.૭પ૦૦ કરવાની માગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ઇપીએસ- ૯પ પેન્શનર્સ અને તેમના પત્નીને વિનામૂલ્યે મેડિકલ સુવિધા આપવાની માગણી કરી રહ્યા છે.