loader

Breaking News


Home > Gujarat > ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૭૦ ટકા કોંગ્રેસ પક્ષ સમર્થિત સરપંચો અને સદસ્યોનો ભવ્ય વિજય, કોંગ્રેસનો દાવો


Foto

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૭૦ ટકા કોંગ્રેસ પક્ષ સમર્થિત સરપંચો અને સદસ્યોનો ભવ્ય વિજય, કોંગ્રેસનો દાવો

Feb. 7, 2018, 10:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં ગઈકાલે ગ્રામ પંચાયતોની ચૂટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેને અનુલક્ષીને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થયેલ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યાં મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૦ ટકાથી વધુ પંચાયતોમાં કોંગ્રેસ સમર્થક સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓ વિજયી બન્યા છે. ગ્રામ વિરોધી ભાજપ સરકાર, ખેડૂત વિરોધી ભાજપ સરકાર જે સિંચાઈનું પાણી, ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોને રોજગાર, મગફળી-કપાસના ટેકાના પોષણક્ષમ ભાવ વગેરે જેવી સુવિધાઓ ન આપવાના કારણે ખેડૂતો પાયમાલી ભોગવી રહ્યાં છે. ગુજરાતમાં બે વર્ષ અગાઉ જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૩ જિલ્લા પંચાયત અને ૧૪૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જન સમર્થન - જન આશીર્વાદ મળ્યા હતા અને ભાજપનો કારમો પરાજય થયો હતો સાથોસાથ વિધાનસભા ૨૦૧૭ માં ગ્રામ વિસ્તારના ૮૦ ટકા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને જન સમર્થન-જન આશીર્વાદથી વિજયી થયા હતા.

વધુમાં તેઓએ કહ્યું હતું કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય વ્યવસ્થાને મજબૂત બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને વિજળી, પીવાનું શુધ્ધ પાણી, સિંચાઈનું પાણી, યુવાનોને રોજગાર સહિત પાયાની સુવિધાઓ આપવા માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ રીતે કામગીરી કરશે. ગુજરાતના નાગરિકોના હક્ક અને અધિકાર માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને જનપ્રતિનિધીઓ વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર પ્રજાનો અવાજ બનશે.