loader

Breaking News


Home > Gujarat > લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પાસે 8 જેટલાં આ ફાયરબ્રાંડ નેતા ચાલતી પબ્લિકને સ્ટોપ કરી શકે છે


Foto

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પાસે 8 જેટલાં આ ફાયરબ્રાંડ નેતા ચાલતી પબ્લિકને સ્ટોપ કરી શકે છે

April 30, 2018, 4:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચુંટણીનાં હવે ૧ વર્ષ પણ બાકી નથી ત્યારે પ્રચાર પ્રસારમાં કોંગ્રેસ પાસે દિગ્ગજ અને ફાયરબ્રાંડ નેતાઓનો કાફલો છો જ્યારે ભાજપ પાસે પ્રચારમાં ઉતારવા અને ફાયર બ્રાંડ નેતાઓની ભારે કમી છે. જેમાં પ્રચાર દરમિયાન ઉચાળા ભરીને ચાલવા માંડે તે પબ્લિકને સ્ટોપ કરી શકે તેવા નેતાઓમાં હાલ પુરુષોત્તમ રુપાલા, સ્મૃતિ ઈરાની, આઈ.કે. જાડેજા છે. સૌરાષ્ટ્રમાં અને બીજી જગ્યાએ પુરુષોત્તમ રુપાલાની માંગ પણ એટલી જ વધી છે ત્યારે સામે બાજુ કોંગ્રેસ પાસે દિગ્ગજ એવા ભાષણબાજી અને જુમલેબાજીમાં એકથી એક ચડિયાતા નેતાઓ છે.

આજે ભાજપ પાસે જોવા જઈએ તો મુખ્યમંત્રી વિજય રુપાણીના ભાષણાં શબ્દોનો અતિરેક આવી જાય છે કયાં શબ્દો ક્યાં બોલે અને ક્યાં જાય છે તે પણ ખબર પડતી નથી. નરેન્દ્ર મોદી સીએમથી લઈને પીએમની સફરે ગયા બાદ ગુજરાતને સંભાળી શકે તેવું નેતૃત્વ હાલ ક્યાંય દેખાતુ નથી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પોતે પૂરા રાજકારણી પણ એમનો તરડાયેલો અવાજ આપણાથી સહન જ ન થાય. નીતિનભાઈનું ભાષણ કરતાં હોય ત્યારે ક્યારે પૂર્ણ થશે અને હજુ કેટલું બોલશે તેની ચિંતા અધિકારીઓ કરતાં હોય છે. અત્યારે ગુજરાતમાં ભાજપનો કોઈ સબળ નેતા કે પ્રવક્તા નથી. સચોટ પ્રભાવ, અભિવ્યક્તિ, સહેજ હળવી શૈલી ધારદાર મુદ્રા સહિત નીડર ભાષણ કરનાર નેતાઓનો ભાજપમાં દુષ્કાળ પડ્‌યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સામે કોંગ્રેસ બાજુ ફાયરબ્રાંડ યુવાનોની ફોજ તૈયાર થઈ રહી છે. જેમાં અગાઉના ફાયરબ્રાંડ નેતાઓ તો હવે ૫૫૫ કરતાં પણ મોટા ધડાકા થાય તેવા સુતળી બોંબ ઝીંકે તેવા તૈયાર થઈ ગયા છે. ત્યારે હાલના વિરોધપક્ષના નેતા એવા પરેશ ધાનાણી પોતે પ્રથમ વખત ચુંટાયા બાદ અવું લાગીને હતું કે આ શું કરશે. અને આ શું બોલી પણ પરેશે ભારે રેસમાં તબડક તબડક ઘોડો દોડાવીને પ્રજાના દિલ દિમાગમાં કામયાબ થયેલાં છે. અગાઉ સૌપ્રથમ વખત પરેશ ધાનાણી અમરેલીથી દિગ્ગજ નેતા એવા પરષોત્તમ સોલંકીને હરાવ્યા હતાં. ત્યારે ગુજરાતમાં ભાજપનું ભારે વાવાઝોડું હતું. એ પછી ક્યારેય રુપાલા વિધાનસભાની ચુંટણીમાં રસ લીધેલ નથી. બાકી અમરેલીનાં આ બે કન્યા રાશીના નેતાઓ હાલ ભાષણબાજીમાં ચાલતી પબ્લિકને સ્ટોપ કરી શકે તેમ છે. ત્યારે ધાનાણી પ્રચાર કરવાની રેસમાં અને તુરંત જ શબ્દો પકડી લેવામાં હોશિંયાર થઈ ગયા છે. આજે અમિત ચાવડાની ટીમમાં આ બંને ગુજરાતના જિલ્લાઓ ખુંદી રહ્યાં છે. આવનારા સમયમાં પ્રચાર પ્રસારની મોટી દોટ લાગવાની છે ત્યારે યુવાન અને ઉત્સાહી પરેશ ધાનાણી સ્ટેપ બાય સ્ટેપ ભાષણમાં છટા બદલતા જાય છે.

કોંગ્રેસના જગદીશ ઠાકોર જ્યારે ભાષણ કરે ત્યારે સૌપ્રથમ વખત ધીરે ધીરે ગાડી સ્પીડ પકડે, સ્પીડ પકડ્‌યા પછી આ ગાડીમાંથી જેણે શરુઆતથી ભાષણબાજી સાંભળી હોય તે ઊઠવાનું નામ ન લે અને ગાડી આખી ભરેલી અને ઉતરતા પેસેન્જરને પાછા ચઢાવીને સ્ટેશને બાઅદબ મુકી આવે. ભાષણમાં ઓબીસી સમાજ આજે સારું એવું પ્રભુત્વ ધરાવે છે.

કોંગ્રેસનાં જયરાજસિંહ પરમાર પોતે મીડિયામાં પક્ષના પ્રવક્તા તરીકે આવે એટલે સામા પક્ષનું તેલ કાઢી નાંખે, ભાષણ અને જુમલેબાજીમાં આમને કોઈ ના પોંગે, ફાયરબ્રાંડ નેતાઓમાં અને સારા વક્તા તરીકેની તેમની ગણના થાય. તમામ નેતાઓની કુંડળી અને જન્મ કુંડળી આમની પાસેથી મળે. હરહંમેશ હસ્તો ચહેરો, બાપુ હોવાનો કોઈ રુઆબ નહીં પ્રચારમાં અને ભાષણબાજી શરુ થાય ભાષણ સાંભળવા આવતી પબ્લિકને દોડતી કરીને શોધકતી કરી દે તેવા આને પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ ભાષણબાજી કરતાં આ નેતાની માંગ ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારોમાં સારી એવી છે.

કોંગ્રેસના હિમાંશુ પટેલ જેઓ ઘણાં વર્ષોથી એટલે કે કોલેજ કાળથી ચડ્ડી પહેરતા હતાં ત્યારથી કોંગ્રેસ સાથે રહેલાં છે અને વખતો વખત કોલેજમાં ૯૬થી લઈને વિધાનસભાની ચુંટણીમાં પણ લડ્‌યા હતાં ત્યારે હમણાં ગાંધીનગરની સીટમાંથી તેમની ફાઈનલ ટિકિટ કપાઈ ગઈ હોવા છતાં કોંગ્રેસના સૈનિક તરીકે પ્રચાર પ્રસારમાં અડીખમ રહેલાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગોવિંદ ઠાકોરની ટિકિટ આપી અને તેમની હાર થઈ હતી. ત્યારે જો આ ટિકિટિ હિમાંશુ પટેલને મળી હોત તો આ સીટ પર કોંગ્રેસનો કબ્જો બેશક હતો, આજે પ્રચારમાં પણ તેમની માંગ વધવા માંડી છે. પટેલ પાવર અને હરહંમેશ હસમુખો ચહેરો અને મોટો આવકાર તેમનું મોટું શસ્ત્ર છે. ફાયરબ્રાંડ નેતાઓમાં આ પ્રચારમાં આવનારી પબ્લિકને આ ગુરુજી કહો કે માસ્તર જેઓ સામે પક્ષની વિચાર કોંગ્રેસ તરફી વાળવામાં ગજબની શક્તિ રહેલી છે. ગ્રામ્ય અને વધારે શહેરી વિસ્તારોમાં પ્રચાર માટે તેમની માંગ આજે પણ અકબંધ છે.

કોંગ્રેસમાં નવા આવેલ અતુલ પટેલ પોતે પાસના કાર્યકર્તા હતાં પણ ભાષણબાજી અને તેમના ભાષણમાં સ્પષ્ટ વાત અને સ્પષ્ટ સંકેત હોય છે. ટીવી ડિબેટમાં પણ તયારે હોશિંયાર અને પ્રચાર તથા ભાષણમાં નવા શબ્દોનો ભારે ખજાનો છે. પાસમાં હતાં ત્યારે તેમણે ગમે તેવી પરિસ્થિતમાં હાર્દિક પટેલ સાથે રહ્યા હતાં. જેમાં વરુણ પટેલ, રેશ્મા પટેલ, જેવાં નેતાઓ ભાજપમાં ભળી ગયાં છતાં પોતે પાસમાં અકબંધ રહ્યા હતાં. આજે પણ હમણાં જ તેમણે ઈવીએમનો ભારે વિરોધ કર્યો હતો. તમામ મતદાન બેલેટ પેપરથી કરાવવાની મુકીમ તેજ કરીને દાંડીથી કુચ કરી હતી. બાદ હમણાં જ કોંગ્રેસમાં એન્ટ્રી મેળવ્યા બાદ કોંગ્રેસ પાસે પ્રચારની કમાન સંભાળનાર નવા યુવા ચહેરાની સંખ્યામાં વધારો થયો છે. ડો. સીજે ચાવડા પોતે હાલ ધારાસભ્ય છે પણ ઓછું બોલે પણ બોલે એટલે તેમની રીલિઝ કરેલી ચર્ચા ૩ મહિના સુધી હાઉસફૂલ રહે અને લોકોના મોઢે રહે તેવી તેમની ખાસિયત છે. વિધાનસભામાં ૫૬ની છાતીની ચર્ચા ખચ્ચર સાથે સરખાવીને આજે પણ દે ધના ધન ચાબખાં મારે છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સલાહ આજે પણ લેવા આવે છે. બોલવાનું ઓછું અને કામ વધારે કરવાનું માસ્તર મારે નહીં ભણાવે પણ નહીં તેવું કામ આ ધારાસભ્યનું નથી. આજે કોંગ્રેસ પાસે યુવાનોની ફોજ અને ફાયરબ્રાંડ ભાષણ કરી શકે તેવી તૈયાર થઈ રહી છે ત્યારે સીજે ચાવડા વિધાસભામાં ભારે ચાબખાં આજે પણ વિધાનસભા પૂર્ણ થયા બાદ ગુંજી રહ્યાં છે.

ફાયરબ્રાંડ નેતાઓમાં તથા ઓબીસી સમાજમાં ભાષણબાજીમાં નવા ચહેરામાં જેનું માર્કેટ હાઈસ્પીડથી વધી રહ્યું છે તેવું નામ શૈલેષ રબારી છે. પોતે ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રદેશમાં મંત્રી તરીકે હોદ્દો ધરાવે છે. તથા પાટણ જિલ્લામાં મહામંત્રી તરીકે હોદ્દો ધરાવે છે. હરહમેશ લોકાભાષાથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે દબદબો રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મીટીંગો, જાહેરસભા હોય એટલે શૈલેષ રબારીની બોલવા માટે આવે એટલે ઓબીસી સમાજમાં તાલીઓનાં ખખડાટ તથા ફરીવાર ભાષણ સાંભળવા માટે પ્રજા આતુર થઈ જાય છે.

ભાજપ કોંગ્રેસમાં હાલ ઝંઝાવાતી ઉતારવા માટે ટીમો તૈયાર છે પણ ભાજપ પાસે જોઈએ તેવા પ્રજાને લચકારી કરી શકે તેવા નેતાઓનો દુષ્કાળ પડ્‌યો હોય તેવું લાગે છે ત્યારે હજુ જુનાં નામ છે. તેમાં માજી મેયર કાનાજી ઠાકોર, તથા હાલમાં ડિબેટમાં દોડી રહ્યાં હોય તો મહેશ કશવાલા આ બંને ફાયરબ્રાંડ પબ્લિકને સ્ટોપ કરવાની અને આતુરતાથી સાંભળે તેવી છટા હજુ પણ અકબંધ છે. ભાજપે લોકસભાની ચુંટણી પહેલાં પ્રચારમાં ટીમ તૈયાર કરવી પડશે બાકી તમામ બોજો ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહ પર નાંખશે તો હવે ચાલી શકે તેવું લાગતું નથી જે ક્રેઝ હતો તે હવે ખૂબ જ ડાઉન થઈ ગયો છે.

કોંગ્રેસનાં સુકાની એવા અમિત ચાવડા પોતે એમએલએથી કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યાં છે પણ ફાસ્ટબોલર છે. ૨ થી ૩ મહિનાના ગાળામાં કોંગ્રેસને ધમધમતી કરવા અમિત ચાવડા અને પરેશ ધાનાણી તમામ શહેરો અને ગામડાઓ પણ ખુંદી રહ્યાં છે. ભાષણમાં સારું એવું વક્તવ્ય કરી શકે છે. ત્યારે આવનારો સમય કોંગ્રેસમાં નવા યુવાનો જોશ સાથે મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં.