loader

Breaking News


Home > National > તિતલી તોફાનમાં ૮ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા


Foto

તિતલી તોફાનમાં ૮ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા

Oct. 12, 2018, 1:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચક્રવાત 'તિતલી' ઓડીશા અને આંધ્રપ્રદેશમાં ત્રાટકતા આઠ લોકોનાં જીવ ગયા છે. આધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગરમમાં મોટા પાયે તારાજી સર્જી છે. ઓડીશામાં જો કે, કોઈના મોતની ખબર આવી નથી પણ ગજપતિ અને ગંજમ જિલ્લામાં આ ચક્રવાત ભારે તબાહી છોડી ગયું છે. આ ચક્રવાતને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. તો છાપરા અને મકાનો તિતલીની લપેટમાં આવી જતા અનેક લોકો બેઘર બન્યા છે. તિતલી ત્રાટક્યુ ત્યારે ૧૪૦ થી ૧૬૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. સૌથી વધારે નુકશાન આંધ્રપ્રદેશમાં થયું છે.

આંધ્રપ્રદેશમાં દરિયો ખેડવા ગયેલા છ માછીમારો ફસાતા તેઓના મોત થયા છે. તો સમસ્યાને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં એન.ડી.આર.એફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને તેઓ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. આપને જણાવી દઇએ કે, ઓડિશા સરકારે બુધવારે ગંજમ, પુરી, ખુર્દા, જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લામાં પ્રશાસનને 'તિતલી'ના પ્રભાવમાં આવનારા તમામ સંભવિત ક્ષેત્રોને ખાલી કરાવવા માટે નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 'તિતલી'ના ગંભીર સ્તર સુધી પહોંચ્યાની સૂચના આપ્યા બાદ મુખ્યપ્રધાન નવીન પટનાયકે આ પાંચ જિલ્લાના જિલ્લા અધિકારીઓને સુનિશ્ચિત કરવા માટે કહ્યુ કે ''કોઇ દુર્ઘટના ના ઘટે.