loader

Breaking News


Home > National > 80 નું પેટ્રોલ, 800 રૂપિયે ગેસ, કઈ દુનિયામાં છે પ્રધાનમંત્રી મોદી : રાહુલ ગાંધી


Foto

80 નું પેટ્રોલ, 800 રૂપિયે ગેસ, કઈ દુનિયામાં છે પ્રધાનમંત્રી મોદી : રાહુલ ગાંધી

Sept. 10, 2018, 12:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાહુલ ગાંધીએ ભારત બંધ દરમિયાન જણાવ્યું હતું કે મોદી સરકારે જનતા સાથે કરેલા વાયદાઓ પાળ્યા નથી. તેઓએ કહ્યું હતું કે પેટ્રોલ આજે 80 રૂપિયાની પાર અને ડીઝલ 80 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આજે એલપીજી ગેસનો ભાવ 800 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અગાઉ પ્રધાનમંત્રી મોદી સમગ્ર દેશમાં ફરીફરીને કહેતા હતા કે પેટ્રોલના ભાવ આકાશે આંબી રહ્યા છે પરંતુ આજે એક શબ્દ પણ નથી બોલી રહ્યા.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે બળાત્કાર જેવી ઘટનાઓમાં ભાજપના ધારાસભ્ય સામેલ હોય છે પરંતુ નરેન્દ્ર મોદી ચૂપ જ રહે છે. દેશના મુખ્ય મુદ્દાઓ પર તે બોલતા જ નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જીએસટીથી લઈને રાફેલ પર મોદીએ એક નિવેદન સુદ્ધાં પણ નથી આપ્યું, ખબર નહિ પ્રધાનમંત્રી મોદી કઈ દુનિયામાં જીવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે જીએસટીથી નાના વેપારીઓને ઘણું નુકશાન થયું છે.