loader

Breaking News


Home > Gujarat > સ્ટેચ્યું ઓફ યુનિટીનું ૮૦ ટકા કામ ખત્મ, PM મોદી ૩૧ ઓક્ટોમ્બરે કરશે અનાવરણ


Foto

સ્ટેચ્યું ઓફ યુનિટીનું ૮૦ ટકા કામ ખત્મ, PM મોદી ૩૧ ઓક્ટોમ્બરે કરશે અનાવરણ

July 11, 2018, 10 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સરદાર સરોવર નર્મદા બંધ પર બની રહેલા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી નું ૮૦ ટકા કામ પૂરું થઇ ગયું છે. આગામી ૩૧ ઓક્ટોમ્બરનાં રોજ સરદાર પટેલની જયંતી પર PM મોદી આ પ્રતિમાનું અનાવરણ કરશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ અચાનક પ્રતિમા સ્થળની મુલાકાત લઈને કામની સમિક્ષા કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ ૧૮૨ મીટર હશે જે અમેરિકાનાં સ્ટેચ્યું ઓફ લિબર્ટીથી બે ગણી ઉંચી છે. નર્મદા નદી પર સાધુબેટ ટાપુ પર બની રહેલ આ પ્રતિમાનું નિર્માણ અલગ - અલગ તબક્કામાં કરવામાં આવ્યું છે. ચાઈનાથી તૈયાર માથું, પગ અને ધડ અલગ - અલગ અહી પહોંચી ગયા હતા. લગભગ ૫૭ હજાર મેટ્રિક ટન લોખંડનાં સળીયાથી માળખું તૈયાર કરીને તેની પર ફ્રેંમ ચઢાવવામાં આવી છે, હવે પ્રતિમા પર સરદાર પટેલનો ચહેરો લગાવવાનો બાકી છે.