loader

Breaking News


Home > National > 86 વર્ષનાં થયા મનમોહનસિંહ, નરેન્દ્ર મોદી - રાહુલ ગાંધીએ આપી જન્મદિવસની શુભેચ્છાઓ


Foto

86 વર્ષનાં થયા મનમોહનસિંહ, નરેન્દ્ર મોદી - રાહુલ ગાંધીએ આપી જન્મદિવસની શુભેચ્છાઓ

Sept. 26, 2018, 10:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. મનમોહનસિંહ 86 વર્ષના થયા છે. દેશમાં આર્થિક સુધારાઓના સૂત્રધાર ગણાતા મનમોહનસિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932 ના રોજ અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતમાં થયો હતો.

મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહયા હતા. દાસ વર્ષના કાર્યકાળમાં તેમણે ખુબ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેમનો શાંતિ સ્વભાવ, મૃદુતા અને સાદગી તેમની સૌથી મોટી વિશેષતા રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીની મોદીની સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મનમોહનસિંહને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે મોદી સરકારને ઘણા મુખ્ય મુદ્દાઓ પર ઘેરી છે. નોટબંધી, જીએસટી, રાફેલ ડીલ પર સતત મનમોહનસિંહ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કરતાં જોવા મળી રહયા છે.