loader

Breaking News


Home > National > નીપા વાયરસથી કેરલમાં 9 લોકોનાં થયા મૌત


Foto

નીપા વાયરસથી કેરલમાં 9 લોકોનાં થયા મૌત

May 21, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેરલમાં નીપા વાયરસનાં કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. આ વાયરસથી રાજ્યનાં કાલીકટ જિલ્લામાં 9 લોકોનાં મૌત થઇ ગયા છે.



આ પહેલા પણ દેશમાં ઝેરી વાયરસનાં કારણે ઘણા લોકોનાં મૌત નિપજ્યા હતા. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર 9 લોકો આ ખતરનાક વાયરસનો ચેપ લાગવાની પુષ્ટી કરવામાં આવી છે. આ વાયરસ એટલો ખતરનાક છે જેમાં શરૂઆતમાં સખત તાવ આવે છે શરીરનું તાપમાન અચાનક વધી જાય છે અને આખરે તે મૌતને ભેટે છે. જિલ્લાનાં અધિકારી યુ વી જોસે મૌતની પુષ્ટી કરતા જણાવ્યું કે, મૃતકોનાં સેંપલને તપાસ માટે ફોરેસિંક લેબ મોકલવામાં આવ્યા છે.

રાજ્યમાં વાયરસથી મૌત થયા હોવાના સમાચાર જાણ્યા બાદ આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ અનસીડીસી(નેશનલ સેંટર ફોર ડિજિજ કંટ્રોલ)ને રાજ્યની મુલાકાત લઇને સરકારની મદદ કરવાનો આદેશ આપ્યો છે. નીપા વાયરસનાં કહેરથી રાજ્યનાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 9 લોકોનાં ભોગ લઇ ચુકેલા આ વાયરસને રોકવામાં સરકાર સફળ રહે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.