loader

Breaking News


Home > National > પંજાબમાંથી આપ - અકાલી દળનો સફાયો, જિલ્લા પરિષદ ચૂંટણીમાં થઇ અપમાજનક હાર


Foto

પંજાબમાંથી આપ - અકાલી દળનો સફાયો, જિલ્લા પરિષદ ચૂંટણીમાં થઇ અપમાજનક હાર

Sept. 24, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીને નગર નિગમ ચૂંટણીની માફક જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિઓની ચૂંટણીમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. મોટાભાગની બેઠકો પાર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે. આ ઉપરાંત મજીઠા વિધાનસભા વિસ્તારને છોડીને મોટાભાગની બેઠકો પર અકાલી દળને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

જો કે આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઇ ગયો છે અહીં સુધી કે સાંસદ ભગવંત માનના સંગરુર વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીની સાંજનક હાર થઇ હતી. આગામી લોકસભા ચૂંટણી માટે શિરોમણી અકાલી દળ અને આમ આદમી પાર્ટી માટે આ સ્થિતિ ચિંતિત કરનારી છે. જે જીલ્લા પરિષદો કોંગ્રેસે સંપૂર્ણ જીતી લીધી છે જેમાં લુધિયાણા, ગુરદાસપુર, ફતેહગઢ સાહિબ, પટિયાલા, બઠિંદા અને માનસાનો સમાવેશ થાય છે.