loader

Breaking News


Home > National > આપ vs એલજી : સુપ્રીમ કોર્ટનો આદેશ નથી માની રહ્યા અધિકારી : મનીષ સિસોદિયા


Foto

આપ vs એલજી : સુપ્રીમ કોર્ટનો આદેશ નથી માની રહ્યા અધિકારી : મનીષ સિસોદિયા

July 5, 2018, 1:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અધિકારીઓ આદેશ નથી મણિ રહ્યા. આવું કરીને અધિકારીઓ અદાલતને અવગણી રહ્યા છે અને પાર્ટી તેના પાર કાયદાકીય કાર્યવાહી કરવાનો વિકલ્પ શોધી રહી છે. સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓ અને કેન્દ્રને અપીલ કરી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરે.

સિસોદિયાએ જણાવ્યું હતું કે ચીફ સેક્રેટરીએ લેખિતમાં આપી દીધું છે કે તેઓ આદેશ નહીં માને. તેઓએ જણાવ્યું હતું કે જો અધિકારી તેનું પાલન નહિ કરે અને ટ્રાન્સફર ફાઈલો હજુપણ ઉપરાજ્યપાલ દ્વારા જોવામાં આવશે તો તે કોર્ટના આદેશની અવગણના ગણાશે. આ મુદ્દે સુપ્રિમ કોર્ટે LGને કેબિનેટની સલાહ અનુસાર કામ કરવાનો નિર્ણય આપ્યો છે. તદઉપરાંત સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, દિલ્હીમાં કોઇપણ પ્રકારની અરાજકતાને સ્થાન નથી, સરકાર અને ઉપરાજ્યપાલે સાથે મળીને કામ કરવું જોઇએ.