loader

Breaking News


Home > Sports > એ બી ડિવિલિયર્સે ઇંટરનેશનલ ક્રિકેટને કહ્યુ બાય બાય, સંન્યાસનો નિર્ણય વીડિયો દ્વારા કર્યો જાહેર


Foto

એ બી ડિવિલિયર્સે ઇંટરનેશનલ ક્રિકેટને કહ્યુ બાય બાય, સંન્યાસનો નિર્ણય વીડિયો દ્વારા કર્યો જાહેર

May 24, 2018, 11:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાનાં તોફાની બેટ્સમેન એ બી ડિવિલિયર્સે ક્રિકેટનાં દરેક ફોર્મેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. આ ઘોષણા બાદ તેના પ્રશંસકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મિ. 360 ડિગ્રી કહેવાતા ડિવિલિયર્સે આ ઘોષણા કરતો એક વીડિયો શેયર કર્યો હતો.દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી એ બી ડિવિલિયર્સ 228 વનડે, 144 ટેસ્ટ અને 78 ટી20 ઇંટરનેશનલ મેચ રમી ચુક્યો છે. જ્યા તેણે ટેસ્ટ મેચમાં 8765 રન બનાવ્યા છે, વન ડેમાં તેણે 9577 અને ટી20 મેચમાં 1672 રન બનાવ્યા છે. સંન્યાસની ઘોષણા કરતા વીડિયોમાં તેણે જણાવ્યું કે, ક્રિકેટને બાય બાય કહેવાનો આ સાચું સમય છે, હવે તે સમય આવી ગયો છે કે કોઇ અન્ય ખેલાડી મારી જગ્યા લે. મે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મારા માટે ઘણો મુશ્કિલ હતો. હુ દક્ષિણ આફ્રિકા અને દુનિયાભરનાં મારા પ્રશંસકો જેણે મને સમર્થન અને પ્રેમ આપ્યો તેમનો આભારી છુ. જો કે તેણે ઘરેલુ ક્રિકેટમાં રમવાની વાત કરતા કહ્યુ કે, હુ ઘરેલુ ક્રિકેટ રમવાનુ બંધ નહી કરુ તે હુ ચાલુ રાખીશ.

એ બી ડિવિલિયર્સ શોર્ટ ફોર્મેટનો એક તોફાની બેટ્સમેન કહેવાતો હતો, શોર્ટ ફોર્મેટમાં તે એવી રીતે બેટીંગ કરતો કે ઘણીવાર વિપક્ષી ટીમનાં કેપ્ટન માટે ખેલાડી ફિલ્ડીરને ક્યા રાખવો તે મુશ્કિલ હતુ. ડિવિલિયર્સે પોતાના કૌશલ્યથી માત્ર દક્ષિણ આફ્રિકા જ નહી પણ દુનિયાભરમાં પોતાના પ્રશંસકો બનાવ્યા હતા.