loader

Breaking News


Home > National > મિશન 2019 ને અનુલક્ષીને અમિત શાહ ૧૨મી જુલાઈએ નીતીશ કુમારને મળશે


Foto

મિશન 2019 ને અનુલક્ષીને અમિત શાહ ૧૨મી જુલાઈએ નીતીશ કુમારને મળશે

July 2, 2018, 5:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિહારમાં ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને જેડીયુ અને ભાજપ વચ્ચે ખેંચતાણ જારી છે ત્યારે હવે ભાજપ પ્રમુખ અમિત શાહ મેદાનમાં આવી ગયા છે. અમિત શાહ નીતિશકુમારને મનાવી લેવા માટે કમરકસી ચુક્યા છે. નીતિશકુમારના મહાગઠબંધનમાં સામેલ થવાની અટકળો વચ્ચે એનડીએમાં ઉથલપાથલનો દોર ચાલી રહ્યો છે. આના પરિણામ સ્વરુપે આ તમામ અટકળોનો અંત લાવવા ભાજપ પ્રમુખ અમિત શાહ જવાબદારી સંભાળી ચુક્યા છે.

૧૨મી જુલાઈના દિવસે બિહારના પ્રવાસ પર અમિત શાહ નીતિશકુમાર સાથે વાતચીત કરશે. બિહારમાં એનડીએના અન્ય સાથી પક્ષો સાથે તેમની સાથે પણ વાતચીત કરશે. એમ માનવામાં આવે છે કે, બિહારમાં એનડીએમાં કોઇ ખેંચતાણ અને વિખવાદ નથી તેવો સંદેશો આપવાના હેતુસર આ બેઠખ યોજાનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૨મી જુલાઈના દિવસે પટણામાં જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે વાતચીત કરનાર છે. અમિત શાહ અને નીતિશની આ વાતચીત બિહારમાં જેડીયુ અને ભાજપ ગઠબંધનને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જેડીયુ દ્વારા બિહારમાં ૪૦ લોકસભા સીટો પૈકી ૨૫ સીટો માટે દાવો કર્યો છે. જેડીયુ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, બિહારમાં એનડીએના નેતા તરીકે નીતિશકુમાર રહેશે. તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે.