loader

Breaking News


Home > National > સટ્ટાબજારનાં મતે ભાજપને રાજસ્થાનમાં એડવાન્ટેજ


Foto

સટ્ટાબજારનાં મતે ભાજપને રાજસ્થાનમાં એડવાન્ટેજ

Dec. 6, 2018, 1:12 p.m.
      Whatsapp   

મનાવમિત્ર, નવી દિલ્હી : રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણી માટે આવતીકાલે મતદાન યોજનાર છે ત્યારે હજુ સુધી કોંગ્રેસને ફેવરીટ ગણનાર સટ્ટાબજારમાં ફરી એકવાર સ્થિતિ બદલાઇ રહી છે. રાજસ્થાનમાં કોણ કેટલી સીટો મેળવી જશે તેને લઇને ગણતરી વચ્ચે સટ્ટાબજારમાં હવે ભાજપને એડવાન્ટેજ આપવામાં આવ્યા છે.રાજ્યમાં મુખ્યપ્રધાન વસુંધરા રાજે સામે નારાજગી હોવાની વાત કરનાર સટ્ટા બજારમાં હવે પ્રવાહ બદલાઇ ગયો છે. હજુ સુધી કોંગ્રેસને ૧૨૫થી ૧૫૦ સીટો સટ્ટાબજારમાં આપવામાં આવી રહી હતી. હવે મતદાનનાં એક દિવસ પહેલા ચિત્ર બદલાઇ ગયુ છે. હવે માત્ર રાજસ્થાનનાં સટ્ટા બજારમાં જ નહીં બલ્કે કોલકત્તા અને રાજકોટનાં સટ્ટાબજારમાં પણ ભાજપને તક આપવામાં આવી રહી છે. રાજસ્થાનમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે દસ દિવસ પહેલા ભાજપની સ્થિતિ નબળી હતી પરંતુ હવે તેમને લાગે છે કે ભાજપની ગેમમાં વાપસી થઇ રહી છે. હવે સ્થિતિ સટ્ટા બજારમાં પણ બદલાઇ રહી છે.