loader

Breaking News


Home > Gujarat > ગુજરાત હાઇકોર્ટમાં દવે નહીં પરંતુ અકીલ કુરેશી જ રહેશે એક્ટિંગ ચીફ જસ્ટિસ


Foto

ગુજરાત હાઇકોર્ટમાં દવે નહીં પરંતુ અકીલ કુરેશી જ રહેશે એક્ટિંગ ચીફ જસ્ટિસ

Nov. 3, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવેને એક્ટિંગ ચીફ જસ્ટિસ બનાવવા પર રોક લગાવી દીધી છે. મુંબઈ હાઇકોર્ટમાં ચાર્જ ના લે ત્યાં સુધી જસ્ટિસ અકીલ કુરેશી જ ગુજરાતના એક્ટિંગ ચીફ જસ્ટિસ રહેશે. ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં આ પદ ખાલી થયું છે.

ઉલ્લેખનીય છે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં વકીલોની હડતાલ વચ્ચે જસ્ટિસ અનંત દવેને એક્ટિંગ ચીફ જસ્ટિસ બનાવવાનાં નિર્ણયને બદલીને ભારત સરકારના કાયદા મંત્રાલયે જસ્ટિસ અકીલ કુરેશીને હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બનાવવાનો નિર્ણય લીધો હતો. જસ્ટિસ કુરેશી જ્યાં સુધી મુંબઈ હાઇકોર્ટમાં ચાર્જ ના લે ત્યાં સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટનાં એક્ટીંગ ચીફ જસ્ટિસ તરીકે રહેશે.