loader

Breaking News


Home > Gujarat > ચૂંટાયેલી મહિલાઓનાં પતિ રોફ જમાવશે તો સભ્યપદ થશે રદ


Foto

ચૂંટાયેલી મહિલાઓનાં પતિ રોફ જમાવશે તો સભ્યપદ થશે રદ

July 18, 2018, 1:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે મહિલાઓનો ક્રેઝ ખૂબ જ વધ્યો હતો. અત્યારે રાજકીય પક્ષોમાં મહિલાઓની સંખ્યા ઘટતી જાય છે. ૩૩ ટકા અનામતની મહિલાઓની વાતો ઘણી કાગળ ઉપર જ રહી છે. ત્યારે આજે પણ ગુજરાતમાં ચૂંટાયેલી મહિલા સરપંચો તાલુકા પંચાયતના સભ્ય તરીકે તથા જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયેલી ઘણી જ મહિલાઓએ તો ફક્તને ફક્ત મીટીંગ કે અધિકારીઓ આવવાનાં હોય ત્યારે જ હાજર હોય છે. બાકી તમામ વહીવટો પતિદેવો જ કરતાં હોય છે. ગુજરાતનાં ઘણા જ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સરપંચો તો પંચાયત હાઉસ પણ જોયું નથી. અને તમામ કામગીરી પતિઓ જ કરી રહ્યા છે. ત્યારે આવી જ અનેક ફરીયાદો પતિદેવોનાં ભ્રષ્ટાચાર સામેની તથા સત્તાનો દૂર ઉપયોગ થયો હોવાની વ્યાપક ફરીયાદો મહિલા બાળ વિકાસ મંત્રાલયને મળતાં આ બાબતે સૂચનો પણ મંગાવ્યા હોવાનું સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.ગામનાં સરપંચ તરીકે મહિલા હોય તો તેના કરતા પતિને જ સરપંચ તરીકે ઓળખતા હોય છે. તેઓ તેમની પત્નીનાં હોદ્દાનો દૂર ઉપયોગ કરતાં હોવાની વ્યાપક ફરીયાદો પણ તંત્ર પાસે આવતી હોય છે. ત્યારે ઘણીવાર આવા કિસ્સામાં પુરાવા મળવા પણ અઘરા જ હોય છે. પણ પ્રયત્નશીલ છે. મહિલાઓ માટે જે અનામત રાખીને ચૂંટણીમાં ટીકીટો ફાળવવ્યા બાદ મહિલા ચૂંટાઈ હોય અને ચૂંટાયલે મહિલા શોભાનાં ગાંઠીયા સમાન રહે તે યોગ્ય નથી. ત્યારે ચૂંટાયેલી મહિલાઓનાં કામમાં પતિની દખલગીરી હશે તો આ બાબતની તમામ બાજ નજર કલેક્ટરને સોંપવામાં આવી છે. હવે ચૂંટાયેલ મહિલાઓનાં પતિએ એલર્ટ થઈ જવાની જરૂર છે. ગામનાં સરપંચ તાલુકા પંચાયતનાં સભ્ય અથવા જિલ્લા પંચાયતનાં સદસ્ય તરીકે ચૂંટાયેલી મહિલા ઉચ્ચસ્થાને પણ બિરાજમાન હોય અને પતિ મહાશય જો તેના કામકાજમાં અડચણ રૂપ બનીને દખલગીરી કરશે તો પત્નીની ચૂંટણી રદ થઈ શકે છે.

કેન્દ્ર સરાકર એવો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે કે જેમાં સરપંચ પત્નીનાં કામકાજમાં પતિ દખલગીરી કરે તો પત્નીનું પદ રદ થઈ જશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ચૂંટાયેલી મહિલા કોઈ પણ પદ ઉપર હોય જે પોતાના અધિકારનો ઉપયોગ કરી રહી છે કે નહીં તેની દેખરેખ અને મોનીટરીંગ કલેક્ટર દ્વારા કરાશે. મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે પત્નીનાં પદનો ફાયદો ઉઠાવીને પતિઓ સરકારીની યોજનાઓનો લાભ કઈ રીતે મળે અને નાંણા કમાવવાનો માર્ગ કાઢતા હોય છે. અને ભ્રષ્ટાચાર આચરતા હોય છે. તેવી ફરીયાદો પણ મંત્રાલયને મળવા પામી છે. આ પ્રસ્તાવને જો કાનુની સ્વરૂપ મળી જાય તો પુરુષોમાં એ બાબતનો ભય સતાવવા લાગ્યો છે કે તેના કારણે પત્નીની ચૂંટણી રદ થઈ શકે છે. પતિની આ કામગીરીને માટે અંતિમ નિર્ણય લેતાં પહેલાં પંચાયતીરાજ, મંત્રાલય, ચૂંટણીપંચ અને રાજ્ય સરકારો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવશે. બંધારણનાં ......માં સંશોધને મહિલાઓને પંચાયતોમાં ૩૩ ટકા અનામત મળ્યું છે. અનેક મહિલાઓ પંચાયતની કમાન સંભાળી રહી છે. પરંતુ ગ્રામ્ય ભારતની એક તસ્વીર એ પણ છે કે મહિલાઓને પોતાના અધિકારોનાં ઉપયોગની આઝાદી નથી. ખાસ કરીને આદિવાસી, દલિત અને પછાત વિસ્તારોમાં જ્યાં મહિલાઓ સામાજીક અને રાજકીય રીતે જાગૃત નથી. પંચાયતોમાં અનામતની જોગવાઈઓને કારણે તે ચૂંટણી લડે છે અને પતિ દેવો લડાવે છે. ત્યાં સરપંચ, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય તરીકેની કામગીરીથી અજાણ હોય છે કે પછી અજાણ રાખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં જેટલી મહિલાઓ ચૂંટાયેલી છે, તેમાંથી ૬૦થી ૭૦ ટકા મહિલાઓનો વહીવટ અને કારોબાર તથા તેમની કામગીરી પતિદેવો જ સંભાળી રહ્યા હોવાનો પણ રીપોર્ટ‌ને ફરીયાદો મહિલા બાળ વિકાસ મંત્રાલયને મળી છે. જે ફરીયાદો મળી છે તેમાં ઘણા જ કિસ્સાઓમાં ખોટું છે. એવું નથી પણ ઘણા જ કિસ્સામાં તથ્ય પણ છે. હવે મહિલા સરપંચનો પતિ રોફ જમાવે તો કલેક્ટરને તુરંત ફરીયાદથી સભ્ય પદ રદ થવાની કાર્યવાહી થઈ શકે તેવી સુત્રો દ્વારા માહિતી મળવા પામી છે. પણ આ હેતુ પતિ ઓની ચુચયાતથી બર આવતો નથી.