loader

Breaking News


Home > Gujarat > પાટનગરનાં શૈક્ષણિક હબ ગણાતા વિસ્તારમાં ચરસ, ગાંજા, માદક પ્રદાર્થો વેચતા તત્વો સક્રિય


Foto

પાટનગરનાં શૈક્ષણિક હબ ગણાતા વિસ્તારમાં ચરસ, ગાંજા, માદક પ્રદાર્થો વેચતા તત્વો સક્રિય

Aug. 9, 2018, 5:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : નવા ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થાના વિસ્તારમાં અમદાવાદના શખ્સોએ ચર, ગાંજા જેવા માદક પદાર્થો વેચવા સક્રિય મોટા પ્રમાણમાં હોઈ આ વિસ્તારમાં આવેલ એજ્યુકેશનલ ઈÂન્સ્ટટ્યૂટના કોલેજયન યુવા યુવતીઓ આવા માદક દ્રવ્યો ના રવાડે ચડી રહ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાયસણ, રાંદેસણ, રીલાયન્સ ચોકડી, ઈન્ફોસીટી, શાહપુર સર્કલ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા પરપ્રાંતીય વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોમાં સેવન કરવાનું વ્યસન મોટા પ્રમાણમાં છે.

આ બાબતનું અનુકરણ સંસ્થામાં અભ્યાસ કરતાં સ્થાનીક તેમજ જિલ્લામાંથી આવતા યુવકો દ્રારા પણ આ બદીમાં ધીરે ધીરે ફસાઈ રહ્યા છે. આ બાબતે જિલ્લા અધિકારી શ્રીના આદેશથી પોલીસે સાદા ડ્રેસમાં આ વિસ્તારમાં વોચ ગોઠવી આવી ગેરકાયદેસર બદી દુરકરવાના પ્યાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ અમદાવાદના જે શખ્સોએ આવુ નેટવર્ક વિસ્તાર્યું છે તે દિશામાં નજર રાખી તેઓની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી છે.