loader

Breaking News


Home > National > PM મોદીએ વિશ્વભારતીમાં કર્યું સંબોધન, કહ્યું લોકતંત્ર ભારતનું આચાર્ય


Foto

PM મોદીએ વિશ્વભારતીમાં કર્યું સંબોધન, કહ્યું લોકતંત્ર ભારતનું આચાર્ય

May 25, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયનાં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહી કોઈપણ જાતની અસુવિધા માટે હું જવાબદાર છું. હું અહી અતિથી તરીકે નહિ પરંતુ આચાર્ય તરીકે આવ્યો છું. તેઓએ જણાવ્યું હતું કે લોકતંત્ર જ આ દેશનો આચાર્ય છે.

વધુમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ હું વિશ્વભારતીનાં ચાન્સેલર તરીકે માફી માંગું છું. હું જયારે અહી આવી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અહી પીવાના પાણીની સમસ્યા છે. હું તમને થયેલ અસુવિધા બદલ માફી માંગું છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના અહી હાજર છે, ભારત અને બાંગ્લાદેશ બે અલગ અલગ દેશ છે પરંતુ આપણા હિત જોડાયેલ છે જેમાં સંસ્કૃતિથી માંડીને પબ્લિક પોલીસીનો સમાવેશ થાય છે. આપણે એકબીજાથી ઘણું શીખીએ છીએ જેનું મોટું ઉદાહરણ બાંગ્લાદેશ ભવન છે.