loader

Breaking News


Home > Bollywood > આદિત્ય નારાયણે આપી એયરલાઇંસ અધિકારીઓને ધમકી, કહ્યું તમારા કપડા ઉતારી દઇશ


Foto

આદિત્ય નારાયણે આપી એયરલાઇંસ અધિકારીઓને ધમકી, કહ્યું તમારા કપડા ઉતારી દઇશ

Oct. 2, 2017, 7:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર ગાંધીનગર :

બોલીવુડનાં સિંગર ઉદિત નારાયણના દિકરા આદિત્ય નારાયણે રાયપુર એયરપોર્ટ પર લિમિટથી વધુ લગેજ માટે એકસ્ટ્રા ચાર્જ માંગવા પર તમાસો ઉભો કર્યો હતો. આદિત્યએ ઇંડિગો એયરલાઇંસના કર્મચારીઓને સરેઆમ ધમકી આપતા અપશબ્દો બોલ્યા હતા. આ સંપૂર્ણ ઘટના એક મોબાઇલ ફોનનાં કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી.

આદિત્ય નારાયણે એયરલાઇંસનાં કર્મચારીઓને ધમકી આપતા કહ્યુ કે, ‘જો હુ તારા કપડા ના ઉતારુ તો મારુ નામ આદિત્ય નારાયણ નહી’. આદિત્ય હમણા એક ટીવી ચેનલ પર સિંગિગ રિયલિતી શો ને હોસ્ટ કરી રહ્યો છે. આદિત્યના ધમકી આપ્યા બાદ એયરલાઇંસનાં કર્મચારીઓએ પહેલા તેના વિમાન સફરમાં રોક લગાવી, પરંતુ આદિત્યનાં માફી માગ્યા બાદ તેને યાત્રાની પરવાનગી આપી હતી.

આ સંપૂર્ણ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આદિત્ય નારાયણ પોતાના પાંચ મિત્રો સાથે એયરપોર્ટ પહોચ્યો અને ત્યા એક મહિલા ચેક ઇન સ્ટાફે તેને જણાવ્યુ કે તેમની પાસે ફિક્સ્ડ મર્યાદા કરતાં 40 કિલો વધુ લગેજ છે, જે માટે તેમણે 13,000 રૂપિયા અલગથી ભરવા પડશે. તેણે વળતા જવાબમાં કહ્યુ કે તે 10,000 રૂપિયાથી વધુ નહી આપે. તેટલુ જ નહી તેણે તે સ્ટાફ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ડ્યુટી મેનેજરે આ બાબતે બોલવા ગયા તો આદિત્યએ તેને આંગળીયો બતાવી તેના પર ગુસ્સો કર્યો હતો. આદિત્યને કહેવામાં આવ્યું હતુ કે પેસેંજર અને મહિલા સ્ટાફ હાજર છે તેથી આપ અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો, પરંતુ તેણે ગંળુ ફાડીને જોર જોરથી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેને કહેવામાં આવ્યું કે તે આ વ્યવહાર સાથે યાત્રા નહી કરી શકે. સમયને ધ્યાનમાં લઇને આદિત્યએ હાજર મહિલા અને અન્ય સ્ટાફની માંફી માંગી હતી, ત્યાર બાદ તેને વિમાનમાં યાત્રા કરવાની પરવાનગી મળી હતી.

હાર્દિક શાહ