loader

Breaking News


Home > Gujarat > રાઇટ ટુ એજયુકેશન એકટની પ્રવેશ પ્રક્રિયા બે માસના વિલંબ બાદ અંતે શરૂ


Foto

રાઇટ ટુ એજયુકેશન એકટની પ્રવેશ પ્રક્રિયા બે માસના વિલંબ બાદ અંતે શરૂ

April 19, 2018, 3:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : લગભગ બે મહિનાના વિલંબ બાદ આખરે આવતીકાલથી રાજયમાં રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રાંરભ થઇ રહ્યો છે. સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે શાળાઓમાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જાગવાઇ છે અને તેની પર પ્રવેશ મેળવવા આવા બાળકોના વાલીઓ આવતીકાલે તા.૧૯મી એપ્રિલથી તા.૫મી મે સુધી www.rtegujarat.org પર ઓનલાઇન એમડીશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા રજૂ કરી સ્વીકાર કેન્દ્રોમાં જમા કરાવી શકશે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં આ વર્ષે ૧૩ હજારથી વધુ પ્રવેશ આપવાનો લક્ષ્યાંક છે. આરટીઇ પ્રવેશ હેઠળ રાજયની ૯૮૪૬ શાળાઓમાં કુલ ૮૦ હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ ૧૨૦૦ જેટલી શાળાઓમાં આવતીકાલથી આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા.૧ જૂન, ૨૦૧૮સુધીમાં જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા બાળકોને આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ મળી શકશે.

આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકોના વાલીઓએ પહેલા www.rtegujarat.org વેબપોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવુ પડશે. વેબપોર્ટલ પર અરજી સાથે કયા કયા આધાર-પુરાવા રજૂ કરવાના છે તેની તમામ માહિતી પણ મૂકવામાં આવી છે, તેથી વાલીઓએ તેની ખાસ કાળજી લેવાની રહેશે. વાલીઓએ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર-દસ્તાવેજી પુરાવાઓ જાડીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે.