loader

Breaking News


Home > National > અડવાણીએ મોદી-શાહને શુભકામના પાઠવી


Foto

અડવાણીએ મોદી-શાહને શુભકામના પાઠવી

May 23, 2019, 5:34 p.m.
      Whatsapp   

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભા ચૂંટણીમાં ભાજપાની શાનદાર જીત માટે મોદી અને અમિત શાહની શુભકામના પાઠવી છે. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચના પણ વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બેઠક માટે ભાજપાએ  લોકસભા ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણી ટિકિટ કાપી તેમની જગ્યાએ અમિત શાહને ઉમેદવાર તરીકે ઉભા કર્યા હતા. જેના કારણે સમગ્ર દેશના રાજકીય સમીકરણો બદલાયા હોવાની અટકણોએ જન્મ લીધો હતો. અડવાણી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઇ હતી.  લોકસભા ચૂંટણીમાં ભાજપાની જીત માટે અડવાણીએ સમગ્ર દેશના પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર માનતા જણાવ્યું કે, આ એક અકલ્પનીય અહેસાસ છે કે ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક સમાપ્ત થઇ અને આ માટે દેશભરના મતદાતાઓ અને બધી જ એજન્સીઓ વખાણને પાત્ર છે. આપણા મહાન દેશને ઉજ્જવળ ભવિષ્યના આશિષ મળે.