loader

Breaking News


Home > Gujarat > 2019માં અડવાણી- પરેશ રાવલ, કિરીટ સોલંકી, પુનમ માંડમ સહિતનાં 60 ટકા સાંસદોની ટિકીટ પર કાતર ફરશે


Foto

2019માં અડવાણી- પરેશ રાવલ, કિરીટ સોલંકી, પુનમ માંડમ સહિતનાં 60 ટકા સાંસદોની ટિકીટ પર કાતર ફરશે

July 10, 2018, 1:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં ૨૨ વર્ષથી શાસન કરતી ભાજપમાં અત્યારે ટેન્શનનો અંડરકરંટ છે. ત્યારે અગાઉ ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ બેઠકો મેળવીને ભાજપે વટકે સાથ વટ પાડી દીધો હતો અને કોંગ્રેસને સોગંદ ખાવા પુરતી પણ એક સીટ મળી ન હતી અને અત્યારે દેશમાં પણ માહોલ બદાલોય છે અને ગુજરાતમાં પણ માહોલ ખૂબ જ નરમ છે ત્યારે અગાઉ ભાજપની વિધાનસભામાં જે સીટો હતી ત્રણ આંકડામાં તે બે ડીગ્રીમાં આવી ગઈ છે.



ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો ભારે દબદબો થઈ ગયો છે અને હવે શહેરમાં પણ ૨૫ ટકા દબાણો કોંગ્રેસનાં વધતા ભાજપમાં પણ એટેન્શન સાથે ટેન્શન થઈ ગયું છે. ત્યારે ભાજપ કોઈ પણ સંજોગે ગુજરાતમાંથી ૧ પણ સીટ ઓછી થાય તેવું ઈચ્છતું નથી ત્યારે અત્યારથી જ ટેન્શન લઈને એટેન્શનમાં થઈ ગયું છે. ત્યારે ગુજરાતની ગાંધીનગરની બેઠક પણ સતત ટર્મથી ભાજપે જાળવી રાખી છે. ત્યારે અડવાણી પણ ઘણી ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. ત્યારે કામ અને પરફોન્સમાં મત વિસ્તારનાં મતદારોએ ચૂંટણીબાદ અડવાણીજીને ક્યાંય જોયા જ નથી, અડવાણીનું કાર્યાલય ક્યાં આવ્યું તે પણ મતદારોને ખબર નથી ત્યારે મતદારો પણ રોજબરોજ વર્ષોથી એક ચહેરો જોઈને અકળાયા છે. ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો જે રીતે વધી રહ્યો છે તેનાથી પ્રદેશથી લઈને દિલ્હી સુધીનાં નેતાઓ ચિંતીત છે. ત્યારે હવે આવનારો ૨૬ સાંસદોની ટીકીટો માં ૬૦ સાંસદોની ટીકીટ કપાઇ જાય તેવા એંધાણ અને સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. ગાંધીનગરથી લઈને અમદાવાદની બેઠકો ઉપર પણ દર ચૂંટણીએ માર્જીન ઘટતું જાય છે. જે અત્યારનો માહોલમાં ખૂબ જ હવે આ સીટો જોખમી થઈ ગઈ છે.

પરેશ રાવલ પોતે અમદાવાદની સીટી પરથી ચૂંટાયા બાદ ખૂબજ ઓછી હાજરી મતદારોને આપી શક્યા છે. અને મતદારોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે કિરીટ સોલંકીને પણ હવે રીટાયર્ડ કરીને આ વખતે ટિકીટ નહીં આપે તેવી શક્યતા ચકાસાઈ રહી છે અને નવા દલિત ચહેરાથી લઈને નવયુવાનો અને મોટામાથાને જે ટિકીટો કપાશે તેમાં ભાજપનાં ઉમેદવાર તરીકે લડાવે તો નવાઈ નહીં. ૨૬માંથી ૨૬ બેઠકો મેળવે ભાજપને એક પણ સીટ ઓછી થાય તે પાલવી શકે તેમ નતી. ત્યારે કોંગ્રેસને વકરો એટલો નફો છે. જે સીટો જીતશે તે પ્લસમાં જ આવવાની છે. ભાજનું મોવડી મંડળથી લઈને દિલ્હી સુધી નવા ચહેરાઓ શોધી રાવવા કવાયત તેજ કરા છે. વર્ક અને કામમાં પણ સાંસદો જોઈએ તેવા ઉણા ઉતર્યા નથી તે પણ પ્રજામાં રોષ છે ત્યારે પૂનમ માંડમથી લઈને રાજકોટનાં સાંસદ પછી નવા ચહેરાની શોધ ચાલી રહી છે.