loader

Breaking News


Home > Health > વિરાટની ફેન્સને સલાહ: ફોન નહીં ફિટનેસ પાછળ વધારે સમય કાઢો.


Foto

વિરાટની ફેન્સને સલાહ: ફોન નહીં ફિટનેસ પાછળ વધારે સમય કાઢો.

May 14, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:અત્યારના આધુનિક સમયમાં સોશીયલ મીડીયાએ સવારે ઉઠવાથી લઈને રાત્રે સુઈ જવા સુધીની દરેક જગ્યાએ પોતાની એવી ધાક જવી દીધી છે કે મનુષ્ય પોતાનું જીવનમાં શું મહત્વ છે તે ભૂલી ગયો છે લાંબો સમય સોશિયલ મીડિયામાં એકટીવ રહેવાથી માણસનો સ્વભાવ ચીડિયો બની જાય છે, આપણે સોશિયલ મીડિયાને સ્થાને ફિટનેસ પાછળ વધારે સમય પસાર કરવો જોઈએ.વિરાટ કોહલીનું માનવું છે કે તમે ફિટ રહેશો તો જ જીવનમાં કઈ પણ કરી શકશો.

વિરાટ જણાવ્યું હતું કે “હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નાં હોત તો પણ ફિટનેસ પાછળ હું આટલી જ મહેનત કરતો હોત.” તાજેતરમાં એક સર્વે દ્વારા એવું જાણવા મળ્યું કે એક વ્યક્તિ દિવસ દરમિયાન ચારથી પાંચ કલાક મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે, જે એક ચિંતાજનક વાત છે. મોબાઈલ ફોન ઉપયોગનાં બદલે હવે દુષણ બની રહ્યું છે. લોકો પોતાનાં જીવન માટે મહત્વનું શું છે તે ભૂલી રહ્યાં છે. હકીકતમાં સોશિયલ મીડિયાના આગમનને કારણે લોકો ફિટનેસ, વ્યાયામ, કસરત જેવી ફીઝીકલને લગતી બાબતો ભૂલી ગયાં છે. મોબાઇલ કરતાં પોતાની ફિટનેસ અથવા કઈંક નવું શિખવા ઉપર વધારે સમય ફાળવવો જોઈએ.

બાળકો માટે ચુસ્ત ટાઈમ ટેબલ હોવું જોઈએ.

વિરાટે બાળકો વિશેની વાતચીતમાં જણાવ્યું કે બાળકોને અત્યારથી પોતાનાં માટે શું જરૂરી છે તે નક્કી કરવાની જરૂર છે. તેમણે કેટલો સમય કસરત કરવી જોઈએ, કેટલો સમય સોશીયલ મિડીયાનો ઉપયોગ કરવો, કેટલો સમય મોબાઈલ વાપરવો, કેટલો સમય અભ્યાસ કરવો વગેરે બાબતોનું ટાઇમ ટેબલ બનવીને તેનું ચુસ્ત પાલન કરવું જોઇએ.