loader

Breaking News


Home > Gujarat > રાત્રે ૧૦ પછી ફટકડાં ફોડનાર સામે કાર્યવાહી થશે


Foto

રાત્રે ૧૦ પછી ફટકડાં ફોડનાર સામે કાર્યવાહી થશે

Oct. 24, 2018, 3:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડી કરાતી આતશબાજીમાં સુપ્રીમ કોર્ટે ઓછા એમિશનવાળા અને લાયસન્સ હોય તેમને જ ફટાકડાંનું વેચાણ કરવાની મંજૂરી આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ ધ્વારા આજે આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ઓનલાઈન ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની મંજુરી આપવામાં આવી છે. સુપ્રીમકોર્ટના આ ચુકાદા બાદ અમદાવાદના જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેય પણ હરકતમાં આવ્યા છે. અમદાવાદ કલેકટર દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિયમોનું ચુસ્ત પાલન કરી રાત્રે નિયત સમય સિવાય ફટાકડા ફોડનાર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાનું જણાવાયુ છે. કલેકટરે આ મામલે જાહેરનામું જારી કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે.

સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ અમદાવાદ કલેકટર પણ એકશનમાં આવી ગયા છે, જેમાં પર્યાવરણને નુકસાન કરતાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરાઇ છે. એટલું જ નહી, જા પ્રતિબંધિત જૂના ફટાકડાઓનું વેચાણ કરતાં વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદ કલેકટર દ્વારા રાત્રે દસ વાગ્યા પછી ફટકડા ફોડનાર સામે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારોમાં ફટાકડાના વેચાણ સહિત તેની મંજુરી અંગે આજે અગત્યનો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે ઓછા એમિશનવાળા અને લાયસન્સ હોય તેમને જ ફટાકડાંનું વેચાણ કરવાની મંજૂરી આપવા કહ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાંનું વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે.