loader

Breaking News


Home > National > સૈન્ય જવાન ઔરંગજેબ બાદ હવે આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદની કરી હત્યા


Foto

સૈન્ય જવાન ઔરંગજેબ બાદ હવે આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદની કરી હત્યા

July 6, 2018, 5 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા ત્રાસવાદીઓ સામેના ઓપરેશન ઓલઆઉટમાં એક પછી એક મોટી સફળતા હાંસલ થઇ રહી છે. આ ઓપરેશનના કારણે ત્રાસવાદીઓ ફફડી ઉઠ્યા છે. ત્રાસવાદીઓ હવે નિર્ણાયક લડાઇ લડી રહ્યા છે. સેનાના જવાન ઔરંગજેબનુ અપહરણ કરીને ક્રુર હત્યા કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓએ હવે કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડારની પણ અપહરણ કર્યા બાદ ઘાતકી હત્યા કરી દીધી છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે હવે હાલત કફોડી બનેલી છે.

મળેલી માહિતી મુજબ ડારનો મૃતદેહ કુલગામના પરિવાનમાંથી મળી આવ્યા બાદ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. દક્ષિણ કાશ્મીરમાં જાર તૈનાત હતા. તેમનુ શોપિયનના કચડુરામાં મેડિકલ સ્ટોર નજીકથી અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. તેમનો મૃતદેહ મળ્યા બાદ હવે તેમનુ પૂર્ણ સન્માન સાથે દફનવિધી કરવામાં આવી હતી. હાલમાં ત્રાસવાદીઓ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ઓરંગજેબનુ ૧૪મી જુનના દિવસે અપહરણ કરવામાં આવ્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.