loader

Breaking News


Home > National > ઔરંગજેબ અને પત્રકાર સુજાત બુખારીની હત્યા બાદ મોટા ઓપરેશનની તૈયારીમાં લાગી સેનાઃ સુત્રો


Foto

ઔરંગજેબ અને પત્રકાર સુજાત બુખારીની હત્યા બાદ મોટા ઓપરેશનની તૈયારીમાં લાગી સેનાઃ સુત્રો

June 21, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પીડીપી- ભાજપ ગઠબંધનનો અંત આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનનો તખ્તૌ તૈયાર થઇ ગયો છે. જ્યારે બીજી તરફ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યનાં ભવિષ્યને લઇને કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. આતંકવાદીઓની સામે ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવશે અને સ્થાનિક કટ્ટરપંથીઓ તથા પથ્થરબાજા સામે જોરદાર કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે.



અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા ત્રાસવાદીઓ સામે કેટલાક મોટા ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. આના માટે સેનાની રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસ દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં મોટાપાયે ઓપરેશન હાથ ધરી શકે છે. ઔરંગઝેબ અને પત્રકાર સુજાતની હત્યા બાદ મોટા ઓપરેશનની તૈયારી કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં પેરા સ્પેશિયલ ફોર્સની સાથે ઓપરેશન કિલ ટોપ કમાન્ડર અને ઓપરેશન ઓલઆઉટ જેવા નવા નામ સાથે અન્ય ઓપરેશન પણ શરૂ થઇ શકે છે. દક્ષિણ કાશ્મીરમાં પથ્થરબાજા સામે પણ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો ૨૦૧૬ની હિંસા દરમિયાન કાશ્મીરમાં સરકારના ગાળા દરમિયાન નવ હજારથી વધુ પથ્થરબાજા ઉપર કેસ થયા હતા. આ પૈકી પથ્થરબાજામાં એક મોટી સંખ્યા એવા યુવકોની હતી જેમને દક્ષિણ કાશ્મીરમાં પકડી પાડવામાં આવ્યા હતા.