loader

Breaking News


Home > Gujarat > નોટબંધી બાદ રાજ્યની દસ બેંકોમાં આવ્યું મોટા પ્રમાણમાં નાણું, કોંગ્રેસે બતાવ્યું ભાજપ કનેક્શન


Foto

નોટબંધી બાદ રાજ્યની દસ બેંકોમાં આવ્યું મોટા પ્રમાણમાં નાણું, કોંગ્રેસે બતાવ્યું ભાજપ કનેક્શન

Sept. 19, 2018, 12:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા નવેમ્બર 2016 માં કાળું નાણું અને ભ્રષ્ટાચારને કાબુમાં લેવા માટે નોટબંધીની જાહેરાત કરી દીધી હતી ત્યારબાદ દેશમાં સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ નિર્ણયની જાહેરાત કર્યા બાદ 4 દિવસોની અંદર રાજ્યની 10 બેંકોમાં ભારે માત્રામાં પ્રતિબંધિત નોટસ જમા કરાવવામાં આવી હતી જેના ઊંચા પદો પર ભાજપ સાથે જોડાયેલા નેતા બેઠેલાં છે. આ બેંકોના ડાયરેક્ટર, ચેરમેન અને વાઇસ ચેરમેન જેવા પદ પર ભાજપના નેતાઓ જ છે.

નોટબંધી બાદ બેંકોની બહાર લાગેલી લાંબી લાંબી લાઈનોને આજે બે વર્ષ બાદ પણ દેશના લોકો નથી ભૂલી શક્યા. જો કે હવે ખુલાસો થયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના આ સાહસિક ફેંસલાએ તેમની જ પાર્ટીના ઘણા નેતાઓને ખુબ જ નફો કરાવ્યો છે. કેન્દ્ર સરકારે ચલણમાંથી બહાર કાઢી નાખેલ 500 અને એક હજાર રૂપિયાની નોટ્સ બદલાવ અથવા જમા કરાવવા માટે શરૂઆતમાં 3 મહિનાનો સમય આપ્યો હતો.

આ રિપોર્ટ બાદ ગુજરાત કોંગ્રેસે સરકાર પાસે આ સમગ્ર પ્રકરણના તપાસની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતથી આવે છે અને તેમના નોટબંધીના નિર્ણય બાદ તેમની જ પાર્ટીના નેતાઓના બેંકોમાં પૈસા જમા કરાવવામાં આવ્યા.આ સમગ્ર મામલાની તપાસ કરાવવી જોઈએ.