loader

Breaking News


Home > Gujarat > બિલ્ડર દ્વારા છેતરપીંડી થયા બાદ પોલીસે ન મળવા દેતા વિપક્ષ નેતા મેદાને ઉતર્યા


Foto

બિલ્ડર દ્વારા છેતરપીંડી થયા બાદ પોલીસે ન મળવા દેતા વિપક્ષ નેતા મેદાને ઉતર્યા

May 2, 2018, 10:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં મોટાભાગનાં લોકોની રજૂઆત નેતા સુધી પહોચે તે પહેલા પોલીસ દ્વારા તેને બહાર કાઠી દેવામાં આવે છે. તેવો જ એક કિસ્સો ગાંધીનગરનાં સચિવાલયમાં જોવા મળ્યો હતો. જ્યા પીડિત એક રજૂઆત સાથે સચિવાલયમાં વિરોધપક્ષનાં નેતાને મળવા આવ્યો હતો, ત્યારે પોલીસ તેને ગેટ પર જ રોકી સેક્ટર 7ની પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. આ વાતની જાણ વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીને થતા તેમણે આ પીડિતને બોલાવ્યો હતો.



પીડિત પોતાની સાથે થયેલ બનાવને લઇને કેટલાય સમયથી દુઃખી હતો. અડાલજનાં લક્ષ્મી બાલાજી સ્ટેટસ સાઇટમાં બિલ્ડરોએ ગ્રાહકોની સાથે છેતરપિંડી કરી હોય અને સાથે ગેરકાયદેસર બાંધકામનો મામલો કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. પીડિતનાં કહેવા અનુસાર આ મામલે આ પહેલા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેની રજૂઆતને વાંચા ન મળતા છેવટે તે પીડિતે સચિવાલયમાં વિરોધપક્ષનાં નેતાને મળવાનું નક્કી કર્યુ હતુ. આ વિચાર સાથે સચિવાલય પહોચતા પીડિતને પોલીસે ગેટ પર રોકી દીધો હતો અને સેક્ટર 7ની પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. આ મામલે વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીને જાણ થતા તેમણે આ પીડિતને બોલાવ્યો અને તેની રજૂઆતને સાંભળી હતી.

પીડિત યુવાન અડાલજનાં વતની છે. જેમણે બાલાજી સ્કીમમાં દુકાનો ખરીદી હતી, પરંતુ તેમને પાછળથી ખબર પડી કે આ સમગ્ર બાંધકામ ગેરકાયદાસર છે અને જેમા તેમના નાણાં ડૂબી ગયા છે. આ મામલે પીડીતે ગાંધીનગર જિલ્લામાં ફરીયાદો કરી હતી પરંતુ તેમની રજૂઆતને કોઇએ ન સાંભળતા છેવટે તેમણે સચિવાલયમાં પોતાની વાતને પહોચાડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ન્યાય ન મળતા આત્મવિલોપનની ચિમકી પણ આપી હતી. પીડિતે આ સમગ્ર મામલો પરેશ ધાનાણી સમક્ષ કહી પોતાની આપબીતી સંભળાવી હતી.