loader

Breaking News


Home > Sports > કોહલીને આઉટ કર્યા બાદ કેકેઆરનાં નિતિશ રાણાએ અભદ્ર વર્તન કર્યું, લોકોએ કરી ટીકા


Foto

કોહલીને આઉટ કર્યા બાદ કેકેઆરનાં નિતિશ રાણાએ અભદ્ર વર્તન કર્યું, લોકોએ કરી ટીકા

April 10, 2018, 3:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રવિવારે રમાયેલી મેચમાં દિનેશ કાર્તિકને કેપ્ટન્સી ધરાવતી ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સે રાયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવ્યું છે. જો કે આ મેચમાં કેકેઆરનાં નીતીશ રાણાએ કોહલીને અપશબ્દો કહેતા ક્રિકેટણી ગરીમાને નુકશાન પહોંચ્યું છે. રમતમાં ઉગ્રતા હોય તેનો મતલબ એ નથી કે પોતાના સિનીયર ખેલાડીઓને અપશબ્દો કહેવા.

કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે ટાસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો. બેંગલોરે કલકત્તા સામે ૧૭૭ રનનો ટાર્ગેટ મુક્યો, જેને કેકેઆરે ૬ વિકેટ ગુમાવને હાંસેલ કર્યો. આરસીબી તરફથી બ્રેડન મેક્કલમ અને ડી કાક જેવા ઓપનરે ઇનિંગની શરૂઆત કરી. ડી કાક કંઇ ખાસ કરી ન શકતાં અને ચાર રન બનાવીને પીયૂષ ચાવલાના બોલ પર આઉટ થઇ ગયો.

તે પછી મેક્કલમ સાથએ મળીને કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. ૨૭ બોલ પર ૪૩ રન બનાવીને મેક્કલમ નરેનના બોલ પર બોલ્ડ થઇ ગયાં. મેકક્લમના આઉટ થયા બાદ એબી ડી વિલિયર્સે ધમાકેદાર બેટિંગ કરી. ડિવિલિયર્સે ફક્ત ૨૩ બોલમાં ૫ સિક્સ અને એક ફાર ફટકારીને ૪૪ રનની ઇનિંગ રમી. કૌહલી અને ડીવિલિયર્સ આરસીબીને એક મોટા સ્કોર તરફ લઇ જઇ રહ્યાં હતાં તેવામાં કેપ્ટન દિનેશ કાર્તિકે બોલ નિતિશ રાણાના હાથમાં આપીને ગેમ પલટી નાંખી. તેણે એક જ ઓવરમાં ડીવિલિયર્સ અને કોહલી બંનેના વિકેટ લીધી. નિતિશ રાણાએ વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ તેમને કેટલાંક અપશબ્દો પણ કહ્યાં.