loader

Breaking News


Home > National > લગ્નવાંચ્છુક યુવકોને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતી થઇ રફ્ફુચક્કર


Foto

લગ્નવાંચ્છુક યુવકોને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતી થઇ રફ્ફુચક્કર

Dec. 6, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, જેતપુર : લગ્નનાં નામે ઘણા લગ્ન વાંચ્છુક યુવાનો છેતરાઇ રહ્યાં છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં બનેલ છે. જેતપુરનાં બે દલાલો સાથે મળીને પરપ્રાંતની યુવતીએ આ વિસ્તારનાં મોટી ઉંમરનાં લગ્ન વાંચ્છુક યુવકોને છેતરીને રફુચક્કર થઇ ગઈ છે. જેતપુર પોલીસે આ ઠગને પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



જેતપુર પોલીસમાં પોરબંદરનાં કિશોરભાઈ સોલંકી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં નાગપુરની પ્રેમ ઢોલ નામની યુવતી દ્વારા ૧ લાખ લઇને ખોટા લગ્ન કરી અને તેને છેતરીને ભાગી છૂટી છે અને તે ફરીથી ધોરાજીનાં અન્ય કોઈ સાથે ખોટા લગ્ન કરીને રહે છે. જેતપુર પોલીસ દ્વારા આ યુવતીને પકડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બનેલ ઘટના મુજબ જેતપુરનાં નવાગઢમાં રહેતા લગ્ન કરાવી દેતા બે દલાલો કાળા સોલંકી અને પ્રેમજીભાઈ સોલંકીએ પોરબંદરનાં કિશોરભાઈનાં લગ્ન કરાવી આપેલ હતા. જેના માટે ૧ લાખ રૂપિયા જેવી મોટી રકમ વસુલી હતી. ખોટા લગ્ન કરીને પ્રેમ કિશોરભાઈ સાથે પોરબંદરમાં ૧ માસથી વધુ સમય સાથે રહી હતી. ત્યાર બાદ નાગપુરમાં યુવતીની માતા બીમાર છે જેથી તેને ત્યાં જવું છે તેમ કહી તે ૧૦ હજાર રૂપિયા જેટલી રકમ સાથે ભાગી છૂટી હતી.